ન્યુ દિલ્હી,
તા.૮/૩/૨૦૧૮
સીતા જ સુરક્ષીત નથી તો મંદિર બનાવવાનો શું અર્થ,દીકરી ઘરે ન આવે ત્યાં સુધી ડર લાગે છે
દિલ્હી મહિલા આયોગે સત્યાગ્રહ અને રેપ રોકો આંદોલનના સમર્થનમાં મહિલાઓને વડાપ્રધાનને લેટર લખવાની અપીલ કરી હતી. આ દરમિયાન ૩૫ દિવસમાં અંદાજે ૫ લાખ ૫૫ હજાર લેટર લખવામાં આવ્યા હતા. તેમાં લોકોએ નરેન્દ્ર મોદીને તેમની પીડા વ્યક્ત કરીને કાયદો કડક બનાવવાની અપીલ કરી હતી જેથી મહિલાઓ અને બાળકીઓ તરફ લોકોની દ્રષ્ટી બદલી શકાય. બુધવારે બપોરે ૧૨ વાગે મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતી જયહિંદ છ ઓટો રિક્ષા અને ૧૦ કારમાં આ લેટર લઈને સભ્યોસાથે પીએમઓ જવા નીકળી હતી. પોલીસે રસ્તામાં તેમને રોકીને મંદિર માર્ગ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી બપોરે ૩ વાગે તેમને પીએમઓ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પીએમઓ અધિકારીએ તેમના લેટર સ્વીકાર્યા હતા.
એક લેટરમાં એક મહિલાએ લખ્યું છે કે, દિલ્હીમાં મહિલાઓ સામે સતત ગુના વધી રહ્યા છે. આરોપીઓને કોઈ ડર નથી. અમારી ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને દેવીનું સ્થાન આપવામાં આવ્યું છે. તેમ છતા મહિલાઓ સતત શારીરિક અને માનસિકરીતે પીડાઈ રહી છે. ઘણાં કિસ્સાઓમાં તો મહિલાઓ ફરિયાદ પણ દાખલ કરતી નથી. તેનું કારણ છે કાયદો- વ્યવસ્થા યોગ્ય ન હોવી. થોડા દિવસો પહેલાં મે તેમને રામ મંદિરના પક્ષમાં બોલતા જાયા હતા. મારો વિચાર છે કે, જા સીતા જ સુરક્ષીત ન હોય તો પછી મંદિર બનાવવાનો શું અર્થ. હું ઉત્તમ નગરમાં રહું છું. અહીં આંતરે દિવસે મહિલાઓ સાથે ખરાબ ઘટનાઓ બને છે. તેમાં મારી એક બહેનપણી પણ પીડિત છે. તેને ઘણાં સમય પછી પણ ન્યાય નથી મળ્યો. મારી તમને વિનંતી છે કે, નાની છોકરી સાથે થતા ગુના રોકવા અને કડક કાયદો બનાવવા માટે ઝડપથી કાર્યવાહી કરવામાં આવે.
એક લેટરમાં લખવમાં આવ્યું છે કે, વડાપ્રધાનજી હું આજુબાજુના માહોલ વિશે જણાવવા માગુ છું. મારે બે દીકરીઓ છે. જ્યારે તે ઘરેથી નીકળે છે અને સાંજ સુધી ઘરે પાછી ન આવે ત્યાં સુધી મનમાં સતત ડર લાગે છે. આખો દિવસ પ્રાર્થના કરુ છું કે, તેઓ સલામત પરત આવી જાય. મારી દીકરી ઘણી વાર કહે છે કે, બસમાં કેવી રીતે તેના શરીર પર હાથ ફેરવવામાં આવે છે અને રસ્તામાં બાજુમાંથી બાઈક પસાર થતા યુવકો કેવી ગંદી કમેન્ટ્સ કરે છે. હું જ્યારે ઘરની બહાર એકલી હોઉં છું ત્યારે રાતે ૮ વાગ્યા પછી મને ડર લાગે છે. દરેક પુરુષ એવી રીતે જાવે છે જાણે કદી કોઈ મહિલા જાઈ જ ન હોય. આવી ઘટનાઓના કારણે ઘરની બહાર નીકળવામાં ડર લાગે છે. આજે અમને દીકરીઓને ભણાવવા-ગણાવવા કે તેમને દહેજ આપવાની વાતથી ડર નથી લાગતો પરંતુ તેમની ઈજ્જત ન જાય તેનો ડર લાગે છે.
એક અન્ય લેટરમાં લખ્યું હતું કે, હું નવ વર્ષની હતી ત્યારે મારા દાદા મારી સાથે અશ્લીલ હરકત કરતા હતા. તે સમયે મને ખબર નહતી પડતી, પરંતું અંદર ખૂબ ગંદુ લાગતું હતું. એક દિવસ મમ્મીએ દાદાજીને જાઈ લીધા. તેમણે વિરોધ કર્યો તો તેમની સાથે માર-ઝૂડ કરીને તેમને ઘરની બહાર કાઢી મુક્યા. મા ભણેલી-ગણેલી નહતી. પપ્પા કઈ કામ નહતા કરતા. દાદાજીના પેન્શનમાંથી ઘર ચાલતું હતું. થોડા સમય પછી અમારે મજબુર થઈને દાદાજી સાથે જ રહેવું પડ્યું. પોલીસમાં ફરિયાદ કરી તો તેમણે કહ્યું ઘરડાં માણસ છે, હવે ભૂલ નહીં કરે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"