દિલ્હીમાં પત્નીએ પતિને કિસ કરતા કાપી નાંખી જીભ!!

0
18

ન્યુ દિલ્હી,તા.૨૪
દિલ્હીના રનહોલા વિસ્તારની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. એક ગર્ભવતી પત્નીએ કિસ કરતી વખતે પતિની જીભ કાપી નાંખી.
મળતી માહિતી પ્રમાણે મહિલાને લાગતું હતું કે તેનો પતિ સારો દેખાતો નથી. એટલે તે ખુશ ન હતી. પતિ-પત્ની વચ્ચે અનેકવાર ઝઘડા પણ થતા હતા.
પોલીસે કહ્યું કે પતિનો ૨૨ વર્ષની ગર્ભવતી પત્ની સાથે ઝઘડો થયો હતો. તે પછી બંને વચ્ચે સમજૂતી પણ થઇ ગઇ હતી. આ સમજૂતી પછી જયારે પતિ પત્નીને કિસ કરવા લાગ્યો તો મહિલાએ તેની અડધી જીભા કાપી નાંખી. આથી પતિ લગભગ અડધી જીભ ગુમાવી બેઠો.
પીડિત પતિના પિતાએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. વ્યક્તિનું સફદરગંજ હોસ્પિટલમાં ઓપરેશન કરાયું છે. ડોકટરનું કહેવું છે કે હવે યુવક બોલી શકશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. પોલીસે કહ્યું કે મહિલાની કલમ ૩૨૬ અંતર્ગત ધરપકડ કરાઇ છે.
આ કલમની અંતર્ગત મહિલાને આજીવન કેદની સજા થઇ શકે છે. પોલીસે જણાવ્યું છે કે મહિલા આઠ મહિનાની ગર્ભવતી છે અને તેની ધરપકડ કરી લેવાઇ છે. દંપત્તિના ૨૦ નવેમ્બર ૨૦૧૬ના રોજ લગ્ન થયા હતા.દિલ્હીમાં પત્નીએ પતિને કિસ કરતા કાપી નાંખી જીભ!!
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY