કડોદરામાં ભરાતા બજારમાં ધંધાની હરિફાઈમાં ત્રણ પર શસ્ત્રો વડે હુમલો

0
9

૨૫થી ૩૦ જેટલા લોકોએ પિતા-પુત્ર સહિત ત્રણને ચપ્પુ અને તલાવરના ઘા માર્યા
કડોદરા, તા. ૧૮
કડોદરાના ક્રિષ્ણાનગરમાં હાટ બજારમાં ધંધો કરવાના મુદ્દે નવસારીના ૩ વેપારી ઉપર ૩૦ થી ૩૫ જેટલા ઈસમોના ટોળા દ્વારા ઘાતક હથિયાર સાથે થયેલ હુમલામાં ઈજાગ્રસ્ત ૩ વેપારીની ફરિયાદ આધારે કડોદરા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે માહિતી અનુસાર ક્રિષ્નાનગરમાં છેલ્લા કેટલાક સમયથી હાટ બજાર ભરાય છે જેમાં નવસારીના આસિફ યૂસુફ રંગરેજ ઉ.વ. ૫૦ તથા પુત્ર રીયાઝ આસિફ રંગરેઝ ઉ.વ. ૨૫ તેમજ સંબંધી રહેમાન આલમ શેખ સિદ્દિકી ઉ.વ. ૫૫ નામના ત્રણ વેપારી ધંધો કરવા અર્થે આવ્યા હોય ત્યારે ગત બપોરના સુમારે તેના ઉપર ૩૦ થી ૩૫ જણાના ટોળા દ્વારા ચપ્પુ તેમજ તલવાર જેવા ઘાતક હથિયારની સાથે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં નવસારીના ૩ ઈજાગ્રસ્ત વેપારી ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા નજીકની સંજીવની હોસ્પિટલે ખસેડાયા હતા. બનાવ અંગે વેપારીની ફરિયાદ આધારે કાસીફખાન (રહે. કડોદરા) તથા નાસિર (રહે. બારડોલી) તેમજ પરવાના ખાન સુરત મીઠીખાડીના રહેવાસીઓની વિરુદ્ધ કડોદરા પોલીસે ગુનો નોંધી તેઓને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY