ક્લાઇમેન્ટ ચેન્જને કારણે આગામી ત્રણ દાયકામાં દેશના સરેરાશ તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો થશે
વર્લ્ડ બેન્કે સાઉથ એશિયા માટે ખાસ તૈયાર કરેલા અહેવાલમાં ચિંતા વ્યકત કરાઇ
દેશની GDPનો 2.8 ટકા હિસ્સો ક્લાઈમેટ ચેન્જથી આવેલી સમસ્યા પાછળ ખર્ચાશે
2050 સુધીમાં ભારતની અડધી વસતિ ક્લાઈમેટ ચેન્જના કારણે ગંભીર સમસ્યાનો સામનો કરશે
વર્લ્ડ બેંકના ક્લાઈમેટ ચેન્જના એક અહેવાલમાં ભારતને ચેતવણી આપવામાં આવી હતી કે ૨૦૫૦ સુધીમાં દેશની અડધો અડધ વસતિ તેના ગંભીર પરિણામો ભોગવતી હશે. જીડીપીનો ૨.૮ ટકા હિસ્સો એ પાછળ વેડફાઈ જશે અને ભારતમાં ક્લાઈમેટ ચેન્જની સૌથી ખરાબ અસર મધ્ય ભારતમાં પડશે. વિશ્વ બેન્કના રિપોર્ટ પ્રમાણે,ક્લાઇમેન્ટ ચેન્જની અસર ભારતની અર્થવ્યવસ્થા પર ખૂબ જ ભારે પડી શકે છે અને તેને કારણે ૨૦૫૦ સુધી ભારતની જીડીપીને ૨.૮ ટકાનુ નુકશાન થઇ શકે છે. રિપોર્ટ પ્રમાણે, ક્લાઇમેન્ટ ચેન્જને કારણે ત્રણ દાયકામાં વાતાવરણમાં સરેરાશ તાપમાનમાં ૧-૨ ડિગ્રીનો વધારો થવાનો અંદાજ છે. સાઉથ એશિયા હોટસ્પોટ નામના અહેવાલમાં વર્લ્ડ બેંકે કહ્યું હતું કે ક્લાઇમેન્ટ ચેન્જની સૌથી વધુ અસર મધ્યભારતમાં થશે. ખાસ તો વિદર્ભ જેવા પ્રદેશો તેની ગંભીર અસરો ભોગવશે. ૨૦૫૦ સુધીમાં ભારતની લગભગ અડધી જનસંખ્યાને પણ પ્રભાવિત કરી શકે છે. ક્લાઇમેન્ટ ચેન્જને કારણે વધતા તાપમાન અને અનિયમિત વરસાદને કારણે ભારતના જીડીપીમાં ૨.૮ ટકાના ઘટાડાનું નુકસાન થઇ શકે છે. જેનાથી ૨૦૫૦ સુધીમાં દેશની લગભગ અડધી જનસંખ્યાનું જીવન સ્તર પ્રભાવિત થઇ શકે છે. ભારતમાં તાપમાનમાં ૨૦૫૦ સુધીમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાનો અંદાજ છે. રિપોર્ટ પ્રમાણે, દેશભરમાં કુલ એક હજારથી વધુ સ્થળો છે જ્યાં ક્લાઇમેન્ટ ચેન્જનો ખતરો સૌથી વધુ છે. જેમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ચંડીગઢ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશ સામેલ છે. મહારાષ્ટ્રના વિદર્ભમાં સાત જિલ્લાઓ એવા છે જ્યાં ક્લાઇમેન્ટ ચેન્જનો ખતરો મંડરાઇ રહ્યો છે. જ્યારે છત્તીસગઢ અને મધ્યપ્રદેશના ત્રણ જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રમાં આવે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ભારતે ક્લાઇમેન્ટ ચેન્જના ખતરાનો સામનો કરવા માટે પેરિસ અને અન્ય કરારની જોગવાઇઓ લાગુ કરવી પડશે. ક્લાઇમેન્ટ ચેન્જની સૌથી વધુ અસર ખેતી, ઉત્પાદકતા, અને સ્વાસ્થ્ય પર પડશે. એવામાં લોકોની રહેણીકરણીમાં પણ ફેરફાર થઇ શકે છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





