૧૦,૦૦૦ દલિતોએ રાવણની પૂજા કરીને બૌધ્ધ ધર્મ અંગિકાર કર્યો

0
18

કાનપુર,તા.૨૧
કાનપુર જિલ્લામાં એક સમારોહમાં ૧૦૦૦૦થી વધારે દલિતોએ બૌધ્ધ ધર્મ અંગિકાર કરતા સરકારની ઉંઘ ઉડી ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે આ કાર્યક્રમમાં સ્થાનિક ભાજપ સાંસદ સાવિત્રી ફુલે પણ હાજર હતા.
આ સમારોહમાં રાવણનો જયજયકાર પણ કરવામાં આવ્યો હતો. આયોજકે કહ્યું હતુ કે સમારોહ રાવણ, ગૌતમ બુધ્ધ, સમ્રાટ અશોક અને બાબા સાહેબ આંબેડકર માટે રાખવામાં આવ્યો હતો. જેમણે જાતિવાદ સામે લડાઈ લડી હતી. સમાજમાં ભેદભાવની પ્રવેશેલી બુરાઈનો સફાયો કરવાની જરુર છે.
આયોજકોએ દાવો કર્યો હતો કે ગત વર્ષે પણ ૧૦૦૦૦ દલિતોએ બૌધ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. આ પરંપરા ચાલુ રહેશે અને વધુને વધુ દલિતોને બૌધ્ધ ધર્મ અંગિકાર કરાશે.
જાકે જિલ્લા વહિવટીતંત્રનુ કહેવુ છે કે ધર્મ પરિવર્તન થયુ નથી. રાવણના સન્માનમાં રેલી નીકળી હતી અને તે દર વર્ષે નીકળે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY