દુબઈ,તા.૨૧
ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ સિરીઝમાં ૨-૦થી હરાવ્યા બાદ પાકિસ્તાન હવે ટી-૨૦ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાથી ટક્કર લેવા તૈયાર છે. બંન્ને ટીમો વચ્ચે ત્રણ મેચોની ટી-૨૦ સિરીઝ ૨૪ ઓક્ટોબરથી શરૂ થશે. આમ તો આ સિરીઝમાં હાર અથવા જીતની અસર સીધી ભારત પર પડશે માટે બંન્ને ટીમોના સમીકરણોને સમજવું ખુબ જરૂરી છે. ટી-૨૦ રેંકિગમાં હાલમાં પાકિસ્તાન ૧૩૨ અંકો સાથે પ્રથમ ક્રમે છે. ભારતીય ટીમ ૧૨૪ અંકો સાથે બીજા અને ઓસ્ટ્રેલિયા ૧૨૨ અંકો સાથે ત્રીજા સ્થાન પર છે.
જા ઓસ્ટ્રેલિયા આ સિરીઝમાં ૩-૦થી જીતી જાય છે તો તે ૧૩૦ અંકો સાથે પ્રથમ ક્રમે પહોંચી જશે, ત્યાં જ પાકિસ્તાન ૧૨૭ અંકો સાથે બીજા અને ભારત ૧૨૪ અંકો સાથે ત્રીજા સ્થાન પર સરકી જશે. પરંતુ ઓસ્ટ્રેલિયા આ સિરીઝને ૨-૧થી જીતી જાય છે તો તે ૧૨૬ અંક સાથે બીજા અને પાકિસ્તાન ૧૩૦ અંકો સાથે પ્રથમ સ્થાને રહેશે.
પરંતુ ૧૨૪ અંકો સાથે ભારત ત્રીજા સ્થાન પર રહેશે. જેનો મતલબ છે કે બંન્ને પ્રકારે નુક્સાન ટીમ ઈન્ડિયાનું જ થશે. આવામાં જા ટીમ ઈન્ડિયા ને બીજા સ્થાન પર બની રહેવું છે તો પાકિસ્તાનને સિરીઝ ૨-૧ અથવા ૩-૦ પરથી જીતવા પર ૧૩૬ અંકો સાથે પહેલા અને ભારત ૧૨૪ અંકો સાથે બીજા અને ઓસ્ટ્રેલિયા ૧૧૮ અંકો સાથે ત્રીજા નંબરે સરકી જશે.
ટીમ ઈન્ડિયાની બીજી તરફ ૨૧ ઓક્ટોબરથી વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ વન ડે સિરીજ રમવાની છે. વન ડે રેંકિગમાં ટીમ ઈન્ડિયા હાલમાં ૧૨૨ અંકો સાથે બીજા ક્રમે છે. ત્યાં જ વેસ્ટઈન્ડિઝ ટીમ ૬૯ અંકો સાથે નવમાં સ્થાને છે. જા ટીમ ઈન્ડિયા વેસ્ટઈન્ડિઝને ૫-૦થી સિરીઝ હરાવી દે છે તો તેના અંકમાં ૧ પોઇન્ટની વૃદ્ધિ થશે. એટલે કે ટીમ ઈન્ડિયાના પોઇન્ટ ૧૨૨ થી વધી ૧૨૩ થઇ જશે. આમ આ સિરીઝમાં જીતથી ટીમ ઈન્ડિયાને રેંકીગના હીસાબે કોઇ ખાસ ફાયદો થશે નહી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





