રાયબરેલીમાં ન્યૂ ફરક્કા એક્સ.ના ૯ કોચ પાટા પરથી ઉતર્યા : સાતના મોત

0
14

રાયબરેલી,તા.૧૦
ઉત્તરપ્રદેશના રાયબરેલી નજીક બુધવારે સવારે મોટી રેલવે દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટના રાયબરેલી નજીકના હરચંદપુરના રેલવે સ્ટેશન નજીક સર્જાઈ હતી. દુર્ઘટનાગ્રસ્ત ન્યૂ ફરક્કા એક્સપ્રેસના કુલ નવ કોચ ડિરેલ થયા હતા અને તેમાઆઠ લોકોના મોત નીપજ્યા છે અને અન્ય ૪૧ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આ રેલવે દુર્ઘટનામાં આતંકવાદી ગતિવિધિઓના સામેલ હોવાની આશંકાને કારણે યુપી એટીએસને તેની તપાસ સોંપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ન્યૂ ફરક્કા એક્સપ્રેસના દુર્ઘટનાગ્રસ્ત થવા પર દુખ વ્યક્ત કર્યું છે. મહત્વપૂર્ણ છે કે રાયબરેલી યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીનો સંસદીય મતવિસ્તાર છે. ન્યૂ ફરક્કા એક્સપ્રેસ ટ્રેન માલદાથી નવી દિલ્હી જઈ રહી હતી.
આ ટ્રેનના નવ કોચ હરચંદપુર સ્ટેશનથી પચાસ મીટર દૂર ડિરેલ થયા હતા. યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ તરફથી મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયાનું વળતર અને ઈજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયાની મદદ આપવાનું એલાન કરવામાં આવ્યું છે. યુપી સરકાર સિવાય કેન્દ્ર સરકાર તરફથી પણ વળતરનું એલાન કરવામાં આવ્યું છે. રેલવે મંત્રાલયે મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયા, ગંભીરપણે ઈજાગ્રસ્ત થયેલા પ્રવાસીઓને એક લાખ રૂપિયા અને ઓછી ઈજાઓ પામેલા પ્રવાસીઓને પચાસ હજાર રૂપિયાની મદદ આપવાનું એલાન કર્યું છે. આ રેલવે દુર્ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઈન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે.
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ દુર્ઘટનાની તાત્કાલિક માહિતી મેળવી છે અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક મદદના આદેશ આપ્યા છે. યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રેલવે દુર્ઘટના સંદર્ભે રાજ્યના ડીજીપી સાથે વાતચીત પણ કરી છે. લખનૌ અને વારાણસીથી એનડીઆરએફની ટુકડીઓ રાહત અને બચાવની કામગીરી માટે દુર્ઘટનાસ્થળે તાત્કાલિક મોકલવામાં આવી છે. દુર્ઘટનાગ્રસ્ત ટ્રેનનું સર્ચ ઓપરેશન પૂર્ણ થયું છે અને ટ્રેનમાંથી તમામ પ્રવાસીઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY