ન્યુ દિલ્હી,તા.૧૦
ભારત અને ફ્રાંસ વચ્ચે ફાઈટર પ્લેન રાફેલ માટે કરવામાં આવેલી ડીલના ખુલાસાની માંગણી વિશે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી. સુનાવણીના અંતે કોર્ટે સરકારને રાફેલ ડિલની પ્રક્રિયા જણાવવા કહ્યુ છે. આ મામલે બે અરજી કરવામાં આવી છે કે, સરકારે આ ડીલમાં રાફેલ વિમાનની કિંમતોને વિશે ખુલાસો કરવો જાઈએ. ત્રીજી અરજી તહસીન પૂનાવાલાએ તેમની અરજી પાછી ખેંચી છે.
નોંધનીય છે કે,કોર્ટે સરકારને રાફેલની કિંમત અને તેની ટેક્નોલોજીકલ માહિતી આપવા નથી કહ્યુ. કોર્ટ તરફથી ડીલની પ્રક્રિયાની માહિતી માગવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઔપચારિક આદેશ નથી આપ્યો. પરંતુ અટાની જનરલને સીલબંધ કવરમાં સમગ્ર માહિતી આપવા કહ્યુ છે. સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યુ છે કે, તેમણે રાફેલ ડિલની પ્રક્રિયા કેવી રીતે પૂરી કરી તે વિશેની માહિતી કોર્ટને આપે. કોર્ટે સરકારને ૨૯ ઓક્ટોબર સુધી આ ડીલની પ્રક્રિયા પૂરી પાડવા કહ્યુ છે. આ કેસની આગામી સુનાવણી ૩૧ ઓક્ટોબરે થશે.
મુખ્ય જસ્તિસે અટાની જનરલને કહ્યુ છે કે, તેઓ સરકારને કહે કે, તેઓ આ વિશે કોર્ટને માહિતી આપે કે રાફેલ ડિલની પ્રક્રિયા કેવી રીતે થઈ છે. અમે તે સ્પષ્ટ કરી દેવા માગીએ છીએ કે અમે અમે અરજીમાં લગાવેલા આરોપોને ધ્યાનમાં લીધા નથી. આ આદેશ માત્ર એટલે આપવામાં આવ્યો છે કે, તે કિલયર થઈ જાય કે રાફેલ ડિલમાં યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું છે. અમે રાફેલ વિમાનની કિંમત અથવા તેના એરફોર્સની ઉપયોગિતા વિશે નથી પૂછી રહ્યા.
આ વિશે અટાની જનરલે કહ્યુ કે, રક્ષા સોદામાં પ્રોટોકોલ હોય છે. આ માહિતી જણાવી શકાય તેમ છે. ત્યારપછી જજે પૂછ્યું કે, માનો કે અમે ડીલની માહિતીને છોડીને તેમાં નિર્ણય લેવાની પ્રક્રિયાની માહિતી માંગીએ તો શું તે તમે આપી શકો? અટાની જનરલે કહ્યુ કે, સંસદમાં રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત સવાલ પુછવામાં આવ્યા હતા. તેની માહિતી આપી શકાય નહીં.
જનરલે કહ્યુ કે, આ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જાડાયેલો કેસ છે. તેમાં ૪૦ સવાલ પુછવામાં આવ્યા હતા. તેમણે કહ્યુ કે, આ જનહીતની અરજી નથી પરંતુ ચૂંટણી સમયે રાજકીય ફાયદાઓ માટે કરવામા આવેલી અરજી છે. આ ન્યાયિક સમીક્ષાનો કેસ નથી. આંતરરાષ્ટ્રીય સમજૂતી કરારમાં દખલ ન કરી શકાય. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યુ કે, તમે તમારી અરજીમાં લખેલી વાતને ફોલો કરો, અમે આ વિશે સુનાવણી નહીં કરીએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




