ન્યુ દિલ્હી,તા.૭
દેશમાં જલદી તમામ પ્રકારના સાર્વજનિક પરિવહન સેવાનો ઉપયોગ એક સ્માર્ટકાર્ડ દ્વારા શક્્ય બનશે, કારણ કે વન-નેશન-વન-કાર્ડનું અંતિમ પરીક્ષણ આગામી કેટલાક મહિનામાં પૂર્ણ થઈ જશે. નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે આ વાત કહેવામાં આવી. તેમણે કહ્યું કે તમામ હિતધારકોના કન્શલટેશન પછી વન નેશન વન કાર્ડ નીતિનું ઘણું કામ પૂર્ણ થઈ ગયું છે.
કાંતે આ મીડિયાને સંબોધિત કરતા કહ્યું, બેંક એન્ડ ટેક્નોલોજીનું તમામ કામ પૂર્ણ થઈ ગયું છે અને સંભવતઃ આગામી ત્રણ-ચાર મહિનામાં અમે તેનું અંતિમ પરીક્ષણ કરવાની સ્થિતિમાં હોઈશું અને પરીક્ષણ રેલવે, મેટ્રો અને બસોમાં કરી શકે.
તેમણે કહ્યું કે તેની પાછળનો વિચાર એ છે કે સ્માર્ટ કાર્ડથી મુંબઈ યાત્રા કરનારી વ્યિક્ત ઉત્તર પ્રદેશના છેવાડાના વિસ્તારમાં પણ તે જ કાર્ડનો ઉપયોગ કરી શકે. તેમણે કહ્યું કે, આ કાર્ડ ડેબિટ કે ક્રેડિડ કાર્ડના સ્વરુપમાં કામ કરશે.
કાંતે કહ્યું, આ કામ સાથે ઘણી એજન્સીઓ જાડાયેલી છે, જેમાં સેન્ટર ફોર ડેવલપમેન્ટ એન્ડ એડવાન્સ કમ્પ્યુટરિષ્ગ, બેંક અને શહેરી વિકાસ મંત્રાલયનો સમાવેશ થાય છે. આ પહેલા મોટી સંખ્યામાં પ્રોદ્યોગિકીના કામનો સમાવેશ થાય છે. અમે ઘણી બેઠકો કરી છે અને તમામ મંત્રાલયો અહી જાડાયેલા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



