ન્યુ દિલ્હી,તા.૭
જૂલાઈમાં ૧૦૦ રૂપિયાની નવી નોટ જારી કર્યા બાદ ભારતીય રિઝર્વ બેન્ક દીવાળી સુધીમાં ૨૦ રૂપિયાની નવી નોટ જારી કરી શકે છે. નોટની ડિઝાઈન તૈયાર થઈ ચૂકી છે અને પ્રિન્ટિંગ પેપર તૈયાર કરવામાં આવી રહ્યું છે. જા કે કલરને લઈને સંશય છે પરંતુ પહેલી ડિઝાઈન ઘેરા લાલ રંગના શેડ પર પ્રસ્તાવિત છે. નોટ પર યૂનેસ્કો દ્વારા વિશ્વ ધરોવર તરીકે સામેલ મહારાષ્ટ્ર અને ઔરંગાબાદ સ્થિત અજંતાની ગુફાઓનો ફોટો હશે. નવી નોટ જૂની નોટથી અંદાજે ૨૦ ટકા નાની રાખવામાં આવશે.
નોટબંધી બાદ નોટના નવા ક્લેવરમાં જારી કરી રહેલી ભારતીય રિઝર્વ બેન્કે ૨૦ રૂપિયાની નવી નોટને અન્ય નવી નોટની જેમ આધુનિક સુરક્ષા ફીચર સાથે તૈયાર કર્યા છે.
નોટમાં થનારા ફેરફારનો સંકેત આરબીઆઈએ વર્ષ ૨૦૧૬ના વાર્ષિક રિપોર્ટમાં જ કરી દીધો હતો. ૨૦ રૂ૦પિયાની નવી નોટમાં સિક્્યોરિટી ફિચર સાથે મુખ્ય ફેરફાર રંગ અને સ્મારકનો છે. હવે નવી નોટની પહેલી ડિઝાઈન ઘેરા લાલ રંગના શેડમાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





