આસામમાં મસ્જિદમાં હિન્દુ-ખ્રિસ્તી ધર્મગ્રંથોનો પણ અભ્યાસ કરી શકાય છે

0
9

કોમી સૌહાર્દની મિસાલ ઉભી કરવા મસ્જિદમાં જ બનાવાઈ છે લાઈબ્રેરી
ન્યુ દિલ્હી,તા.૨૦
બે કોમ વચ્ચે નફરત ફેલાવનારાઓની સાથે સાથે કોમી એક્તાની ભાવના જળવાઈ રહે તેવા પ્રયાસો કરનારાની પણ કમી નથી.
આસામના કાચર જિલ્લામાં આવેલી જામા મસ્જિદ આવા જ પ્રયાસોનુ એક ઉદાહરણ છે.આ મસ્જિદના બીજા ફ્લોર પર લાઈબ્રેરી બનાવવામાં આવી છે.જેમાં હિન્દુ અને ખ્રિસ્તી ધર્મગ્રંથોને પણ સ્થાન આપવામાં આવ્યુ છે.આ તમામ પુસ્તકો બાંગ્લા ભાષામાં છે.
મસ્જિદના સચિવ સબીર અહેમદ ચૌધરીનુ કહેવુ છે કે આ સુવિધા પર અમને ગર્વ છે.જેની પાછળનો ઉદ્દેશ મુસ્લિમોને અન્ય ધર્મો અંગે શિક્ષિત કરવાનો છે.અહીંની લાઈબ્રેરીમાં વેદ, ઉપનિષદ, ઈસાઈ દર્શન, સ્વામી વિવેકાનંદની બાયોગ્રાફીને પણ સ્થાન અપાયુ છે.
ચૌધરીનુ કહેવુ છે કે ૧૯૪૮માં જ્યારે આ મસ્જિદ બનાવાઈ ત્યારથી લાઈબ્રેરી બનાવવાનુ સ્વપ્ન હતુ.જે આખરે ૨૦૧૨માં સાકાર થયુ છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY