રસ્તા પર વેચાતી લોકલ કવોલિટીની હેલ્મેટ પર પ્રતિબંધ મુકાશે

0
11

ન્યુ દિલ્હી,તા.૩૦

બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ) તાજેતરમાં ભારત માટે નવા સ્ટાન્ડર્ડ નિયમોવાળી હેલ્મેટ લાવવાની જાહેરાત કરી છે. આ નિયમોથી ભારતમાં વેચાનારી હેલ્મેટની કવોલિટીમાં સુધારો લાવી શકાશે. સાથે રસ્તા પર વેચાતી લોકલ કવોલિટીની હેલ્મેટ પર પ્રતિબંધ મુકાશે. ભારતમાં આ નિયમ ૧પ જાન્યુઆરી ર૦૧૯થી લાગુ કરાશે. ત્યાર બાદ ભારતમાં હેલ્મેટ બનાવનારી કંપનીઓએ આ સ્ટાન્ડર્ડ પર હેલ્મેટનું મેન્યુફેકચરિંગ કરવું પડશે. નવા નિયમો અનુસાર હેલ્મેટનું વજન ૧.ર કિલો હશે. જે અત્યાર સુધી ૧.પ કિલો હતું. ટ્રાન્સપોર્ટ મંત્રાલયે એવી પણ જાહેરાત કરી છે કે હવે નોન આઇએસઆઇ સ્ટાન્ડર્ડવાળાં હેલ્મેટ વેચવાં તે ગુનો ગણાશે. આ નિયમનું પાલન નહીં કરનાર વ્યકિત પર ભારે દંડ લગાવવામાં આવશે. આ નિયમ લાગુ થયા બાદ ભારતીયોએ નવા બીઆઇએસ સ્ટાન્ડર્ડ પર ખરી ઊતરે તેવી હેલ્મેટ યુઝ કરવી પડશે. લોકો માત્ર આઇએસઆઇ માર્કવાળી હેલ્મેટ પહેરીને ચલાવી નહીં શકે. નવી ગાઇડલાઇનને ભારતના ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા જારી કરાઇ છે. જે હેઠળ મોટર સાઇકલ હેલ્મેટની કવોલિટીનો ટેસ્ટ કરવા માટે નવા નિયમો બનાવવામાં આવ્યાં છે અથવા નવું સ્ટાન્ડર્ડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નવા નિયમો મુજબ હેલ્મેટને અલગ અલગ તાપમાનમાં પણ ટેસ્ટ કરવામાં આવ્યું છે. સાથે સાથે ઘર્ષણ સહેવાની ક્ષમતાને પરખવા માટે પણ કેટલાક ટેસ્ટ જાડવામાં આવ્યા છે જેથી એ બાબતની જાણકારી લગાવી શકાય કે હેલ્મેટ અકસ્માત સમયે કેટલું ઘર્ષણ સહન કરી શકે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY