રાજ્ય એસસી/એસટીને પ્રમોશનમાં અનામત આપી શકે છેઃ સુપ્રીમ કોર્ટ

0
6

૨૦૦૬માં આપેલ નિર્ણય પર પુનર્વિચાર કરવાનો સુપ્રિમનો ઈન્કાર
ન્યુ દિલ્હી,તા.૨૬
શિડ્યૂલ કાસ્ટ અને શિડ્યૂલ ટ્રાઈબ (અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ)ને પ્રમોશનમાં અનામત અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો સુચકો જાહેર કરી દીધો હતો. વડી અદાલતે નિર્ણયમાં પ્રત્યક્ષ રીતે પ્રમોશનમાં અનામતને રદ ના કરતા આ મામલો રાજ્યો પર છોડી દીધો છે. કોર્ટે જણાવ્યું કે જો રાજ્ય સરકાર ઈચ્છે છે તો તે પ્રમોશનમાં અનામત આપી શકે છે. કોર્ટે આ ઉપરાંત જણાવ્યું કે પ્રમોશનમાં અનામત આપવા માટે સરકારે એસસી અને એસટીના પછાતપણાના આધાર માટે ડેટા એકત્ર કરવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે નાગરાજ કેસમાં ૨૦૦૬માં આપેલા પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવાનો પણ ઈનકાર કરી દીધો હતો.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ૨૦૦૬માં નાગરાજ કેસમાં અપાયેલા ચુકાદાને સાત સભ્યોની બેન્ચ પાસે મોકલવાની જરૂર નથી જેમાં એસસી-એસટીને નોકરીમાં બઢતીમાં અનામત આપવા માટેની શરતો નક્કી કરવામાં આવી હતી. કોર્ટે જણાવ્યું કે આ નિર્ણય યોગ્ય છે અને તેના પર વિચાર કરવાની જરૂર નથી. સર્વોચ્ચ ન્યાયાલયે કેન્દ્ર સરકારની એ અરજી રદ કરી જેમાં એસસી-એસટીને અનામત આપવા પર કુલ વસતી પર વિચાર કરવાનું જણાવાયું છે. નોંધનીય છે કે પ્રમોશનમાં અનામત લાગુ કરવામાં સૌથી મોટો અવરોધ પછાતપણાના અધ્યયનો હતો. જો અધ્યયનની જરૂર જણાતી નથી તો સરકાર સરળતાથી આ કરી શકશે.
હકીકતમાં ૨૦૦૬માં સુપ્રીમ કોર્ટની ૫ જજની બંધારણીય બેન્ચે નોકરીમાં પ્રમોશનમાં આરક્ષણ વિશે ચુકાદો આપ્યો હતો. તે સમયે કોર્ટે અમુક શરતો સાથે આ વ્યવસ્થાને યોગ્ય ગણાવી હતી. જોકે ૧૨ વર્ષ પછી પણ ન તો કેન્દ્ર અને રાજ્ય સરકારે આ આંકડા આપ્યા છે. તેની જગ્યાએ ઘણી રાજ્ય સરકારે પ્રમોશનમાં આરક્ષણ કાયદો પાસ કરી દીધો પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશના કારણે આ કાયદો રદ કરવામાં આવતો હતો. નોંધનીય છે કે, એસસી-એસટી સંગઠનોએ પ્રમોશનમાં આરક્ષણની માગ વિશે ૨૮ સપ્ટેમ્બરે એક મોટા આંદોલનની જાહેરાત કરી છે
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY