ચેમ્બરના ઉપપ્રમુખ પદ માટે હીરા ઉદ્યોગ અગ્રણીને સમર્થન જાહેર

0
11

સુરત ડાયમંડ બ્રોકર્સ એસો. દ્વારા
શહેરના વિકાસમાં હીરા ઉદ્યોગનો સિંહ ફાળો છે
સુરત, તા.૧૨
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની આગામી ઉપપ્રમુખની ચૂંટણીમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અને હીરા ઉદ્યોગની સંસ્થાઓમાં લાંબા સમયથી સેવા આપેલ વ્યક્તિને પ્રતિનિધિત્વ મળે તે માટે મહિધરપુરાના વેપારીઓ અને સુરત ડાયમંડ બ્રોકર્સ એસોસિએશનની માંગણી છે. હીરા ઉદ્યોગ એ સુરતનો મહત્ત્વનો અને મોટો ઉદ્યોગ છે. સુરત શહેરના વિકાસમાં પણ ઉદ્યોગના અગ્રણીઓનો પણ ખૂબ મોટો સિંહ ફાળો રહ્ના છે.
હીરા મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલ વ્યક્તિને છેલ્લા ઘણાં બધા વર્ષોથી એસજી.સી.સી.આઈ.માં પ્રતિનિધિત્વ મળેલ નથી. જેને ધ્યાનમાં લઈને હીરા ઉદ્યોગના અગ્રણીને ચૂંટી કાઢવા મહિધરપુરાના વેપારીઓ અને સુરત ડાયમંડ બ્રોકર્સ એસોસિએશન દ્વારા ટેકો જાહેર કરવામાં આવે છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY