મંજુરી વગર બેરોકટોક થઈ રહેલું રેતીનું ખનન
-સરકારી- બિન સરકારી, ખાનગી બાંધકામોમાં સમુદ્રની રેતીનો કરાતો ગેરકાયદે ઉપયોગ
ઓખા પોર્ટમાં દરીયાઈ રેતીનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવાની ફરીયાદો છતાં લાંબા સમયથી સુનિયોજીત રીતે ચાલતી રેતી ચોરી સંદર્ભે આજદિન સુધી એકપણ વિભાગે પગલાં ન લેતા સમગ્ર રોયલ્ટી ચોરીનું કૌભાંડ તંત્રની મીઠી નજર તળે ચાલી રહ્યું હોવાની ચર્ચા ઓખામંડળમાં આમ બની છે. ઓખાપોર્ટ એ ભારતીય પશ્ચિમી સરહદી વિસ્તાર ગણાતો હોય અહીં નેવી કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ આવેલ હોય ત્રણ તરફ સમુદ્ર ધરાવતા આ વિસ્તારમાં સ્થાનીય પોલીસ પોતાની જવાબદારી ભુલી હોય તેમ અહીંના સમુદ્રી કિનારાનું લાંબા સમયથી સતત ગેરકાયદે રેતીના ખનનથી ધોવાણ થઈ રહ્યું છે. ઓખા પોર્ટ વિસ્તારમાં જમીનની ભૌગોલિક રચના જોતાં કિનારાનું ધોવાણ ન થાય અને સમુદ્ર જોખમી ન બને તેવા હેતુ સબબ ખાણ-ખનીજ વિભાગે ઓખા પોર્ટ વિસ્તારની ભૌગોલિક મહત્વ તેમજ કિનારો જળવાઈ રહે તે હેતુ આજદિન સુધી કોઈને અહીંથી રેતીનું ખનન કરવાની ખનીજ બહાર કાઢવાની મંજુરી આપી ન હોવા છતાં ઓખા પોર્ટ વિસ્તારમાં લાંબા સમયથી ચાલતા સરકારી અને બિનસરકારી પ્રાઈવેટ બાંધકામોમાં સમુદ્રની ખારી રેતીનો બેફામ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આમ છતાં આજદિન સુધી આવા રોયલ્ટી ભર્યા વિનાની ચોરાઉ રેતીના ઉપયોગ કરનારા ઈસમો વિરૃદ્ધ કોઈપણ સબંધીત ખાતાએ કોઈ જાતની કાર્યવાહી કર્યાનું ચોપડે નોંધાયેલ ન હોય તમામ ખાતાઓ સાથે વહીવટ સાધી કરવામાં આવતો હોવાની શંકાઓ ઉભી થઈ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




