બાસ્ટન,તા.૧૦
વર્ષ ૨૦૨૨ સુધી ભારત દુનિયાનો ૧૧મો સૌથી અમીર દેશ બની જશે. આ દરમિયાન દેશની સંપત્તિ ૧૩% વધારો થવાનું અનુમાન છે. ૩ વર્ષ પથી તે હાલની ૩ લાખ કરોડ ડોલરથી વધીને ૫ લાખ કરોડ ડોલર થઇ જશે. બોસ્ટન કન્સલટિંગ ગ્રુપ (BCG)ના ‘ધ ગ્લોબલ વેલ્થ-૨૦૧૮’ રિપોર્ટમાં આ આશા વ્યક્ત કરવામાં આવી છે.
BCG રિપોર્ટ મુજબ, વર્ષ ૨૦૨૨ સુધી ભારતની રેન્કમાં ચાર નંબરનો સુધારો થશે. તે સ્વિત્ઝરલેન્ડ, હોંગકોંગ, નેધરલેન્ડ અને તાઇવાનને પાછળ છોડી દેશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૧૨થી ભારતનો કંપાઉન્ડ એન્યૂઅલ ગ્રોથ રેટ (CGR) ૧૨% રહ્યો છે. ચીન બાદ ભારત જ એવો દેશ છે જેની ઝ્રય્ઇ પર્સનલ વેલ્થના હિસાબે ડબલ ડિજિટમાં રહી.
ભારત સમૃદ્ધ, હાઈ નેટવર્થ અને અલ્ટ્રા હાઈ નેટવર્થ કેટેગરીમાં એશિયાનું પાંચમાં નંબરનું સૌથી મોટું બજાર છે. અહીં સમૃદ્ધ લોકોની સંખ્યા ૩ લાખ ૨૨ હજાર છે. આ શ્રેણીમાં ૧૦ લાખ ડોલર સુધી સંપત્તિવાળા લોકો સામેલ છે.
દેશમાં હાઈ નેટવર્થવાળા ધનિકોની સંખ્યા ૮૭ હજાર છે. તેમની સંપત્તિ ૧૦ લાખ ડોલરથી ૨ કરોડ ડોલરની વચ્ચે છે. અલ્ટ્રા હાઈ નેટવર્થ કેટેગરીવાળા ૪ હજાર લોકો છે. તેમની વેલ્થ ૨ કરોડ ડોલરથી વધુ છે.
પર્સનલ વેલ્થમાં હાલ અમેરિકા ૮૦ લાખ કરોડ ડોલરની સાથે ટોપ પર છે. વર્ષ ૨૦૨૨ સુધી અહીં ૧૦૦ લાખ કરોડ ડોલર પહોંચવાની આશા છે. ચીનની ખાનગી સંપત્તિ ૨૧ લાખ કરોડ ડોલર છે. ત્રણ વર્ષમાં તે ડબલ થઈને ૪૩ લાખ કરોડ ડોલરે પહોંચશે તેવી આશા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



