રીસાયેલાઓને મનાવવાના પ્રયાસો,આજે અમિત શાહ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરશે

0
8

પેટાચૂંટણી બાદ બંન્ને નેતાઓ એકબીજા સાથે પહેલીવાર મુલાકાત કરશે
ન્યુ દિલ્હી,તા.૫
૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીની સામે હવે પોતાના નારાજ થયેલાં સાથીદારોને મનાવવાના પડકાર છે. આ કડીમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ બુધવારે મુંબઈમાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરશે. હાલમાં જ થયેલી પાલઘર પેટાચૂંટણીમાં શિવસેના-ભાજપે એકબીજા વિરૂદ્ધ ચૂંટણી લડ્યા હતા જે બાદ બંને નેતાઓની આ પહેલી મુલાકાત છે.
છેલ્લાં ઘણાં સમયથી શિવસેના અને ભાજપના સંબંધમાં ખટાશ આવી છે. શિવસેનાના નેતાઓ સતત ભાજપ અને મોદી સરકાર પર જોરદાર પ્રહારો કરે છે. ત્યારે હવે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પોતાના નારાજ સાથીઓને ફરીથી મનાવવાના પ્રયાસો શરૂ કરી દીધાં છે.
પેટાચૂંટણીમાં સતત હારનો સામનો કરી રહેલી ભાજપની સામે પોતાના સહયોગીઓને પણ સાથે લઈને ચાલવાનો પડકાર છે.
શિવેસના પછી બિહારમાં નીતિશુ કુમારની ત્નડ્ઢેં, રામવિલાસ પાસવાન સહિત અન્ય પાર્ટીઓએ પણ એવાં અનેક નિવદનો કર્યા છે જે ચિંતાજનક છે.
શિવસેના સતત કહી રહ્યુ છે કે આવનારી ચૂંટણીઓમાં તે બીજેપીની સાથે મળીને નહીં લડે. અને પાલઘર તેનું જ એક ઉદાહરણ હતું. હાલમાં પાલઘર પેટાચૂંટણીના પરિણામ બાદ શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા હતા. જો કે ભાજપ શિવસેનાને ગુમાવવા નથી માંગતુ.
(જી.એન.એસ.)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY