કથિત વીડિયો ફૂટેજ થકી દાવો : સૂટકેસમાં લઇ જવાયો હતો ખશોગીનો મૃતદેહ

0
8

રિયાદ,તા.૧
પત્રકાર જમાલ ખશોગીની હત્યાને ત્રણ મહિના પસાર થઇ ચૂક્્યા છે, પરંતુ હજુ પણ આ કેસમાં સતત ખુલાસા થઇ રહ્યા છે. તુર્કીની ટીવી ચેનલે એક સીસીટીવી ફૂટેજ પ્રસારિત થયો છે. જેમાં કેટલાક લોકો સૂટકેસ અને બેગ લઈને જઇ રહ્યો છે.
ટીવી ચેનલ એ હેબરનું માનવું છે કે આ બેગ અને સૂટકેસમાં સાઉદી અરબના પત્રકારના મૃતદેહના ટુકડાઓ છે. એક અહેવાલ અનુસાર એ હેબર ટીવી પર દર્શાવવામાં આવેલા આ ફૂટેજમાં ઇસ્તાંબુલ સ્થિત સઉદી અરબ દૂતાવાસથી ત્રણ લોકો પાંચ સૂટકેસ અને બ્લેક રંગના બે મોટા બેગ લઈને જઇ રહ્યા છે.
એ હેબર અનુસાર આ જ બેગો અને સૂટકેસમાં ખશોગીના મૃતદેહના ટુકડાઓ છે. નોંધનીય છે કે વોશિંગ્ટનમાં પોસ્ટમાં લખનાર પત્રકાર જમાલ ખશોગી ૨ ઓક્ટોબરે ઇસ્તાંબુલ સ્થિત સાઉદી અરેબિયાના દૂતાવાસમાં ગયા હતા. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર દૂતાવાસ અંદર જ તેમની હત્યા કરવામાં આવી હતી.
જાકે ઘણા અધિકારીઓ દ્વારા તપાસ કર્યા બાદ પણ તેમનો મૃતદેહ મળી શક્યો નથી. આ ઘટનાની ગાંઠ ઉકેલવાના પ્રયાસોમાં અનેક ખુલાસાઓ સતત થઇ રહ્યા છે. તેમાં એ હેબર ટીવીનો પણ ખુલાસો છે. એ હેબરનો દાવો છે કે જે બેગ અને સૂટકેસ દૂતાવાસથી બહાર કઢાયા હતા તે એક મિનીબસમાં મૂકવામાં આવ્યા હતા. જે દૂતાવાસથી વાણિજ્ય આવાસના ગેરેજ તરફ ગઇ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY