નોટબંધી બાદ નકલી નોટોની લેવડ-દેવડમાં ૪૮૦ ટકાનો વધારો

0
13

ન્યુ દિલ્હી,તા.૨૦
નોટબંધીને લઇને એક રિપોર્ટમાં ચોંકવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર બેન્કોના બેન્કિંગ ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધારે નકલી નોટ મળી છે. આ સાથે જ બેન્કોને જાણવા મળ્યું કે નોટબંધી બાદથી શંકાસ્પદ લેવડ-દેવડના કેસમાં ૪૮૦ ટકાનો વધારો થયો છે. સરકારી બેન્ક, પ્રાઇવેટ બેન્ક અને કાઆૅપરેટિવ બેન્ક અને બીજા નાણાંકીય સંગઠનોની શંકાસ્પદ લેવડ-દેવડના ૪૦૦ ટકાથી વધારે કેસ જાવા મળ્યા છે. ૨૦૧૬-૧૭ દરમિયાન કુલ ૪.૭૩ લાખ આ પ્રકારના કેસ જાવા મળ્યા છે. ફાયનાન્શયલ ઇન્ટેલીજન્સ યૂનિટ (હ્લૈંં)એ જાણ્યું કે શંકાસ્પદ નાણાકીય લેવડ-દેવડથી મની લાન્ડરિંગ અને આતંકવાદને મદદ મળી રહી છે. રિપોર્ટ અનુસાર, ગત વર્ષની સરખામણીમાં વર્ષ ૨૦૧૬-૧૭માં નકલી કરન્સીના ૩.૨૨ લાખ કેસ સામે આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ કેસનું ડાયરેક્ટ કનેક્શન ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ ૧૦૦૦ અને ૫૦૦ના નોટ બંધ કર્યા બાદથી છે.
નોટબંધી બાદથી નકલી નોટના કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે. જ્યાં વર્ષ ૨૦૧૫-૧૬માં આ પ્રકારના ૪.૧૦ લાખ કેસ સામે આવ્યા હતા, ત્યારે વર્ષ ૨૦૧૬-૧૭માં ૭.૩૩ લાખ કેસ સામે આવ્યા છે. તેને કાઉન્ટરફીટ કરન્સી રિપોર્ટ એટલે કે સીસીઆર કહેવામાં આવે છે. સીસીઆરની વ્યવસ્થા પ્રથમવાર ૨૦૦૮-૦૯માં કરવામાં આવી હતી અને આંકડો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. સીસીઆર લેવડ-દેવડ આધારિત રિપોર્ટ હોય છે અને તેણે નકલી ભારતીય કરન્સી નોટ (હ્લૈંઝ્રદ્ગ) તૈયાર કરી. જા કે રિપોર્ટમાં નકલી નોટની વેલ્યૂનો ખુલાસો થયો નથી. પરંતુ રિપોર્ટમાં સ્પષ્ટ જાણવા મળે છે કાએન શંકાસ્પદ લેવડ-દેવડના કેસમાં ૪૦૦ ટકાનો વધારો નોંધાયો છે.
રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૧૬-૧૭માં શંકાસ્પદ લેવડ-દેવડ રિપોર્ટ (જી્‌ઇ)ના ૪,૭૩,૦૦૬ કેસ સામે આવ્યા હતા જે વર્ષ ૨૦૧૫-૧૬ની સરખામણીમાં ચાર ગણા વધારે છે અને તેનું કારણ નોટબંધી જ માનવામાં આવી રહી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જી્‌ઇની સંખ્યામાં વધારો થવાનું એક કારણ એજન્સી દ્વારા બેન્કને આપવામાં આવતા નિર્દેશમાં પણ છે જેમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રીવેન્શન આૅફ મની લાન્ડરિંગ એક્ટ હેઠળ એવા કેસનો રિપોર્ટ નોંધવામાં આવે. જી્‌ઇના સૌથી વધારે કેસ બેન્કમાંથી મળ્યા છે અને વર્ષ ૨૦૧૫-૧૬માં તેમાંથી ૪૮૯ ટકાનો વધારો થયો. નાંણાકીય સંસ્થાઓમાં ૨૭૦ ટકાનો વધારો નોંધાયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY