મને સ્ટાર પુત્ર તરીકે રોલ મળ્યો નથીઃ રોહન મહેરા

0
5

મુંબઈ,તા.૨૬
સદ્ગત અભિનેતા વિનોદ મહેરાના પુત્ર અભિનેતા રોહન મહેરાએ કહ્યું હતું કે મારે અભિનય દ્વારા લોકહૃદયમાં સ્થાન પ્રાપ્ત કરવું છે.
સૈફ અલી ખાનની ફિલ્મ બાઝારથી પોતાની અભિનય કારકિર્દી શરૃ કરનારા આ અભિનેતાએ કહ્યું હતું કે મને સ્ટાર પુત્ર તરીકે રોલ મળ્યો નથી. એ માટે મેં સતત સંઘર્ષ કર્યો હતો, ઠેકઠેકાણે ઓડિશન્સ આપ્યા હતા.
આ ફિલ્મના સર્જકો નવોદિતને લેવાની તરફેણમાં નહોતા તો પછી તારો ચાન્સ શી રીતે લાગ્યો એવા સવાલના જવાબમાં રોહને કહ્યું કે મારે રીતસર સહનિર્માતા નિખિલ અડવાણીને કન્વીન્સ કરવા પડયા હતા કે હું આ રોલ માટે યોગ્ય છું. તેમણે મારા કેટલાંક ઓડિશન્સ લીધાં હતાં પરંતુ એ સ્યોર નહોતા કે કેવો નિર્ણય લેવો ? એમની દ્રષ્ટિએ એ સાચા હતા કારણ કે કોઇ પણ નવોદિત માટે આ રોલ ચેલેંજિંગ હતો એટલે એમના મનમાં જે દ્વિધા હતી એ સમજી શકાય એવી હતી. સદ્ભાગ્યે એમને મારું કામ પસંદ આવ્યું અને મને આ રોલ મળી ગયો.
એણે ઉમેર્યું હતું કે હું પૈસા માટે અભિનય ક્ષેત્રે જાડાયો નથી. પૈસા તો મળે છે. મારે તો મારા પિતાની જેમ કે અમીતજી (અમિતાભ બચ્ચન)ની જેમ લોકહૃદયમાં સ્થાન પ્રાપ્ત કરવું છે. મને લોકો મારા અભિનય દ્વારા યાદ રાખે એવી કામગીરી મારે કરી બતાવવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY