રોજગારી મુદ્દે મોદી પર દબાણ

0
34

લોકસભાની ચૂંટણી આડે હવે દસ મહિનાથી પણ ઓછો સમય રહ્યો છે ત્યારે યુવાનોમાં જે રીતે બેરોજગારીની સમસ્યા પ્રવર્તી રહી છે તે જાતા આ સમસ્યા ચૂંટણીમાં મોદી સરકારની ગણતરી બગાડી શકે છે.

કારણ કે રોજગારીને લઇને મોદી સરકાર દ્વારા કરવામાં આવી રહેલા કામને લઇને યુવાનો સંતુષ્ટ નથી. વિવિધ પગલા રોજગારી વધારી દેવા માટે લેવામાં આવી રહ્યા હોવા છતાં ચિત્ર ધુંધળુ દેખાઇ રહ્યુ છે. સરકાર દ્વારા રોજગારીની ક્ષેત્રમાં કરવામાં આવેલી કામગીરીને અને આંકડાને હવે રજૂ કરવાનો સમય આવી ગયો છે. સાથે સાથે વધારે જાહેરાત યુવાનો લક્ષી કરવાનો પણ સમય છે. બેરોજગારીનો મુદ્દો મોદીની તમામ આશા પર પાણી ફેરવી શકે છે. મોંઘવારીને લઇને તમામ લોકો સરકારની ટિંકા કરી રહ્યા છે. મોંઘવારી ઘટાડી દેવાનુ વચન અકબંધ રહ્યુ છે.

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર છેલ્લા ચાર વર્ષના ગાળામાં રોજગારીના મોરચે એટલી સફળ રહી નથી જેટલી તેમની પાસેથી અપેક્ષા રાખવામાં આવી હતી. આવી સ્થતીમાં નવેસરથી લોકસભા ચૂંટણી આજે વધારે સમય નથી ત્યારે મોદી સરકારને આ મોરચે ખુબ જ ઝડપથી આગળ વધવાની જરૂર પડશે. મોદી સરકારથી યુવાનો ખુબ અપેક્ષા હજુ પણ રાખી રહ્યા છે ત્યારે રોજગારીનુ ગુલાબી ચિત્ર રજૂ કરવાની તક રહેલી છે. પારંપરિક વિચારધારા કહે છે કે લોકો સમયસર નિવૃતિ સ્વીકારે અને તેમની જગ્યાએ નવા યુવાનો નોકરીમાં સામેલ થાય. જ્યારે આની બિલકુલ વિરુદ્ધમાં નવી વિચારધારા દર્શાવે છે કે રોજગારીની નવી તક ઉભી કરવા માટે નકકર પ્રયાસો કરવાની જરૂર છે. દેશમાં યુવાનોમાં બેરોજગારીની સમસ્યા રોકેટ ગતિથી વધી રહી છે. આને લઇને ચિંતા પણ હવે યુવાનોના ચહેરા પર સ્પષ્ટપણે જાઇ શકાય છે. ઝડપથી વધી રહેલી યુવા વસ્તીને રોજગારીની તક પુરતા પ્રમાણમાં હાલમાં મળી રહી નથી. જેથી સમસ્યા દિન પ્રતિદિન વધુને વધુ વધારે ગંભીર બની રહી છે.

સરકાર માટે યુવાનોને ઝડપથી નોકરી આપવાની બાબત પડકારરૂપ બની રહી છે. દેશની સરેરાશ વયમાં વધારો થઇ રહ્યો છે. જેના કારણે સેવાનિવૃતિની વયમાં વધારો કરવાની માંગ પણ ઝડપથી વધી રહી છે. તબીબી સેવામાં સતત સુધારો થઇ રહ્યો છે. જેથી નિવૃતિ બાદ પણ કુશળ લોકો નોકરી કરી રહ્યા છે. નિવૃત થયા બાદ પણ વ્યક્તની વય લાંબી હોય છે. લોકોની પાસે સમય ખુબ હોય છે. જેથી તેઓ ઇચ્છે છે કે તેમને વધુ સમય સુધી નોકરી કરવાની તક આપવામાં આવે. આ તમામ સ્થતી વચ્ચે તર્ક આપવામાં આવે છે કે નવા ભરતી કરવામાં આવી રહેલા લોકોને કામને લાયક બનાવવા માટે વધારે સમય સુધી ટ્રેનિંગની જરૂર હોય છે. જ્યારે બીજી બાજુ સેવાનિવૃત લોકો પહેલાથી જ અનુભવી હોય છે. આવી સ્થતીમાં મોટા ભાગની કંપનીઓ સેવા નિવૃત થઇ ચુકેલા અનુભવી કર્મીઓની શક્ય તેટલી વધારે સેવા લેવાના પ્રયાસમાં હોય છે.

આ તમામ પ્રકારની દલીલો વચ્ચે તબીબી સેવા, શિક્ષણસુધારાની દિશામાં અસરકારક પહેલ થઇ છે. કેટલાક ક્ષેત્રોમાં તો પહેલાથી જ સેવા નિવૃતિની વયમાં વધારો કરવામાં આવી ચુક્યો છે. જેમાં તબીબી સેવા અને શિક્ષણનો સમાવેશ થાય છે. જ્યારે અનય જુદા જુદા ક્ષેત્રોમાં સેવાનિવૃતિની વયમાં વધારો કરવા માટેની દરખાસ્ત પર વિચારણા ચાલી રહી છે. આવી સ્થતીમાં રોજગારીની તક ઉભી કરવાની બાબત ખુબ જ પડકારરૂપ છે. બેરોજગાર યુવાનોની સંખ્યામાં રોકેટ ગતિથી વધારો થઇ રહ્યો છે. યુવાની વધતી સંખ્યાને લઇને વધારે સમય સુધી તેમને નજર અંદાજ કરી શકાય તેમ નથી. જાણકાર લોકો કહે છે કે દેશમાં વધતી જતી સરેરાશ વય અને સેવારત રહેલા લોકોની કામમાં રહેવાની ઇચ્છાના કારણે પણ રોજગારીની તકલીફમાં અડચણો આવી રહી છે. આના કારણે રોજગારીના મોરચે સફળતા મળી રહી નથી.

સરકાર અને નિષ્ણાંતો નક્કરપણે માને છે કે આ એક નવા પ્રકારનો પડકાર છે. જેને પહોંચી વળવા માટે નવા નવા સુચન આવી રહ્યા છે. બે જુદા જુદી વિચારધારા દેશના લોકો ધરાવે છે. એકબાજુ સેવા નિવૃતિની વયમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે બીજી બાજુ હવે રોજગારીની નવી તક ઉભી કરવા માટે ખાસ ધ્યાન આપવાની જરૂરિયાત પણ દેખાઇ રહી છે. સરકારી વિભાગોમાં ઉભી થઇ રહેલી કાર્ય સંસ્કૃતિ પર ધ્યાન આપવાની જરૂર છે. આ બાબત ચિંતાજનક પણ રહેલી છે. સરકારી વિભાગોમાં કર્તવ્ય નિષ્ઠા અને ઉત્સુકતાનો અભાવ દેખાય છે. હવે સ્થતી એ સર્જાઇ ગઇ છે કે જ્યાં જ્યાં શક્ય છે ત્યાં ત્યા સરકારી વિભાગ પોતાના કામ ખાનગી ક્ષેત્ર મારફતે જ કરાવે છે. નોકરીમાં કમી માટે એક કારણ આ પણ બને છે. પ્રાઇવેટ સેક્ટર ઝડપથી વિકસિત થઇ રહ્યા છે. કારણ કે ત્યાં સત્તાવાર સરકારી કામો થઇ રહ્યા છે. એટલે કે રોજગારીની તક ખાનગી સેક્ટરમાં તો વધી રહ્યા છે પરંતુ સરકારી ક્ષેત્રમાં રોજગારીની તક ઘટી રહીછે. યુવાનોને પણ સરકારી નોકરીને જ રોજગારી માનવાની માનસિકતામાંથી બહાર નિકળવાની જરૂર છે. ..

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY