વડાપ્રધાને રૂપાણી સરકારની ઝાટકણી કાઢી : મારે તમામ ૨૬ સીટો જાઈએ

0
27

ગાંધીનગર,તા.૩૧
ગુજરાતમાં હાલમાં ભાજપ ધીમેધીમે પકક્ડ ગુમાવી રહ્યું છે. રૂપાણી સરકારે ભરપૂર પ્રયત્નો કર્યા હોવા છતાં સ્થિતિ પલટાઈ રહી છે એ ભાજપ પણ સ્વીકારી ચુકવ્યું છે. ભાજપની બે સૌથી મોટી યાત્રા કળશ યાત્રા અને એકતા યાત્રાનો ફ્લોપ શો થયો છે. ભાજપના મંત્રીઓ પણ સ્વીકારી ચુકવ્યું છે કે હવે ભાજપ માટે ભીડ એકઠી કરવી એ મુશ્કેલ બની રહ્યું છે. સત્તાધારી સરકાર સામે એન્ટિઇન્કમ્બસીનો માહોલ તૈયાર થઈ રહ્યો છે. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી સામે હોવાથી મોદીએ ગઈકાલે રાતે રૂપાણી સરકાર અને સંગઠનને લાંબું લચક લેશન આપ્યું છે. મોદીએ ૨૬ સીટો જીતવાનો આદેશ કર્યો છે. જે માટે શકીય તમામ પ્રયત્નો કરવાની ખૂલ્લી છૂટ આપી છે. ભાજપના અગ્રણીઓને છૂટોદોર અપાયો છે કે ગુજરાતમાં ફરી ભાજપની પક્કડ મજબૂત કરવા તમામ પ્રયત્નો કરો.
ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે ગુજરાતની મુલાકાતે આવેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેબિનેટના સિનિયર સભ્યો તેમજ પ્રદેશના પદાધિકારીઓ સાથે લોકસભાની ચૂંટણીની ચર્ચા કરી છે.
૩૦મીએ મોડી સાંજે ગાંધીનગર આવેલા નરેન્દ્ર મોદીએ આગામી ચૂંટણીમાં રાજયની ૨૬ બેઠકો માટેની માઇક્રો સ્ટેટેજી ઉપર વધારે ભાર મૂકયો હતો અને કહ્યું હતું કે એકતાથી ચૂંટણી જીતવા કામમાં લાગી જાવ. મોદીએ ગુજરાત સરકારની કેટલીક બાબતોના નારાજગી વ્યકત કરી હતી પરંતુ સરકારે કરેલી ભૂલોને સુધારી લેવાની પણ તાકીદ કરી છે. તેમણે સરકાર અને સંગઠન વચ્ચે સંકલન પર વધારે ભાર મૂકવાનું જણાવ્યું હતું.
મોદી ગુજરાતની બગડતી જતી સ્થિતિ વચ્ચે એક દિવસ વહેલા આવ્યા હતા. જે અંગે રૂપાણી સરકાર પણ સ્થિતિને સમજી ચૂકી હતી. મોદીએ સરકાર અને સંગઠનને ગુજરાતને કેન્દ્ર તરફથી શું મળ્યું છે, કેન્દ્રની વિવિધ યોજનાઓમાં ગુજરાતને કેટલા અને કેવા લાભ મળ્યા છે તે જનતા સુધી પહોંચાડવા આહવાન કર્યું છે.
સરકારના સૂત્રોએ કહ્યું હતું કે મોદીએ રૂપાણી કેબિનેટના સભ્યોને લોકોના કામો કરવા અને રૂકાવટ ઉભી કરતા એવા ઓફિસરોને બદલવાની પણ ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે ચૂંટણીના સમયમાં લોકોના કામો ઝડપથી થવા જાઇએ.
સરકારના વિભાગોમાં લોકોના કામોની જે ફાઇલો પેન્ડીંગ હોય તેનો નિકાલ કરવા અંગે પણ તેમણે માર્ગદર્શન આપ્યું છે. કેન્દ્ર અને રાજયની વિવિધ યોજનાઓ કે જેમાં લોકો અને સમાજ માટે જે કામો થયાં છે તેની પ્રસિદ્ઘિ કરવા પણ મોદીએ સૂચનાઓ આપી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY