ન્યુ દિલ્હી,તા.૩૧
કેન્દ્ર સરકાર ટેક્સ ચોરી પકડવા માટે ઇનકમ ટેક્સ અને GST રિટર્નને મિક્સ કરવાની તૈયારીમાં છે. એક મીડિયા રિપોર્ટને મળેલી જાણકારી અનુસાર એના માટે એક ખાસ સોફ્ટવેર તૈયાર કરવામાં આવી રહ્યું છે. એના દ્વારા હવે GST રિટર્ન અને ઇનકમ ટેક્સ રિટર્ન મિક્સ કરી દેવામાં આવશે. એના માટે ખાસ સિસ્ટમ બની રહ્યું છે, જેમાં રિટર્ન નહીં મળવા પર સિસ્ટન ખુદ એલર્ટ કરશે. સોફ્ટવેર તૈયાર ના થાય ત્યાં સુધી પસંદગીના કેસોની દેખરેખ કરવામાં આવી રહી છે. શરૂઆતમાં માત્ર મોટા કેસ પર જ નજર રખાશે, આગળ જઇને ઇ વે બિલને પણ એમાં સામેલ કરી શકાય છે.
ટેક્સ એક્સપર્ટનું કહેવું છે કે ફોર્મ ૧૬માં પોતાના રોકણની જાણકારી આપવાની હોય છે. જો તમારા ટીડીએસમાં મિસમેચ થાય છે તો ઇનકમ ટેક્સ વિભાગ નોટિસ મોકલી શકે છે. જરૂર પડવા પર ઇન્કમ ટેક્સ વિભાગ તમારી પાસેથી દસ્તાવેજ પણ માંગી શકે છે.
GST હેઠળ બે રીતે ચોરી થઇ શકે છે. કેટલાક લોકો નકલી બિલ દ્વારા ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઇ રહ્યા છે. આ ઉપરાંત વેપારને ઓછો કરીને દેખાડવામાં આવે છે. એનો અર્થ એ છે કે પ્રોડક્ટની ખરીદદારી અને વેંચાણ બિલ વગર થઇ રહ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



