કોંગ્રેસી મહિલાઓ ભાજપ વિરુદ્ધ લડવા તૈયાર રહે : રાહુલ ગાંધી યૂપીમાં ભાજપના ધારાસભ્યએ મહિલા પર દુષ્કર્મ આચર્યું છતાં વડાપ્રધાન મૌન રહ્યા : રાહુલ ગાંધી

0
5

સીબીઆઈ ડિરેક્ટરને હટાવવામાં ન આવતા તો રાફેલ ડીલમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાત
જયપુર,તા.૨૫
રાજસ્થાનનાં રણમાં રાહુલ ગાંધીએ રાજકીય હુંકાર કર્યો છે. ગુરૂવારે રાજસ્થાન પ્રવાસ પર ગયેલા રાહુલ ગાંધીએ મહિલા કોંગ્રેસને સંબોધિત કરી. રાજસ્થાનનાં કોટામાં મહિલા કોંગ્રેસનાં એક કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું, ‘ઉત્તર પ્રદેશનાં એક ધારાસભ્યએ એક મહિલા પર બળાત્કાર ગુજાર્યો છે, તેમ છતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૌન છે. ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી પણ એક પણ શબ્દ નથી બોલી રહ્યા… વડાપ્રધાને મહિલાઓ માટે ઘણા બધા સારા સારા નારાઓ લગાવ્યા, પરંતુ જ્યારે કંઈક કરી બતાવવાનો સમય આવ્યો ત્યારે તેઓ કંઈ પણ નથી કરી રહ્યાં.’
રાહુલ ગાંધીએ કહ્યું કે, મહિલા કોંગ્રેસ આપણા કરતા આગળ નિકળી ગઈ છે. મહિલા કોંગ્રેસ રસ્તાઓ પર, શહેરોમાં, ગામડાઓમાં દરેક જગ્યાએ જાવા મળી રહી છે. મારુ કામ વકીલાત કરવાનું નથી તેમ છતા પણ હું તમને આૅફર આપુ છુ કે હું તમારો વકીલ બની શકુ છુ. હું તમારી વાત દુનિયા સમક્ષ રજૂ કરી શકુ છું. પરંતુ જ્યારે ભાજપ વિરુદ્ધ લડવાની વાત આવે છે ત્યારે કોઈ કોંગ્રેસી મહિલા જાવા નથી મળતી.’
રાહુલ ગાંધીએ કોંગ્રેસી મહિલાઓને કહ્યું કે, તમે લોકો મને વચન આપો કે, તમે ભાજપ વિરુદ્ધ લડવા માટે કોઈ પણ સંજાગોમાં અને દરેક રીતે તૈયાર રહેશો. રાહુલ ગાંધીએ કહ્યું કે, દુનિયાભરમાં પેટ્રોલનાં ભાવો ઘટી રહ્યા છે જ્યારે ભારતમાં ભાવ વધી રહ્યા છે. પહેલા ગેસ સિલિન્ડરનો ભાવ ચારસો રૂપિયા હતો જ્યારે અત્યારે વધીને નવસો રૂપિયા થઈ ગયો છે. તેથી હું તમને વિનંતી કરુ છુ કે તમે અન્ય રાજ્યોમાં પણ જાઓ અને કોંગ્રેસ પાર્ટીને જ વિજયી બનાવવામાં ફાળો આપો.
તેમણે કહ્યું કે, સીબીઆઈ ડિરેક્ટરને હટાવવામાં ન આવતા તો રાફેલ ડીલમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાત. સૌથી મોટી વાત એ છે કે, સીબીઆઈના ડિરેક્ટરને ખોટી રીતે હટાવવામાં આવ્યા છે. સરકાર આ રીતે સીબીઆઈ ડિરેક્ટરને નહીં હટાવી શકે.
તેમણે કહ્યું કે, સીબીઆઈ ડિરેક્ટરને હટાવવા માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિત ત્રણ લોકોની કમિટી હોય છે જે આ વાતનો નિર્ણય લઈ શકે છે પરંતુ વડાપ્રધાને મુખ્ય જસ્ટિસને પૂછ્યુ નથી અને સીબીઆઈના ડિરેક્ટરને હટાવી દીધો છે. કારણકે દેશના ચૌકીદાર જ હવે ચોર થઈ ગયા છે. ચોકીદાર ડરી ગયા છે કે, રાફેલ ડીલમાં સત્યા સામે આવી જશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY