ઊંચાય ઉપર કાર્ય કરતી વખતે સુરક્ષા

0
167

૦૧. ઊંચાઇ ઉપર કરવાના દરેક ­કારના કાર્યનું, કાર્યના ­કાર, કાર્યનું સ્થળ, કાર્ય કરનાર માણસો, ઉપલબ્ધ સાધનો/અોજારો વગેરેનું અગાઉથી પૃથ્થકરણ કરો. કાર્ય કરવા માટે વપરાતી પધ્ધતિનું પૃથ્થકરણ કરો. ­થમ સુરક્ષિત પધ્ધતિ બનાવો.
૦ર. દરેક કાર્ય જુદા જુદા ખતરાઅોથી ભરેલ હોય છે. માટે કાર્ય અને કાર્ય સ્થળ ­માણે પધ્ધતિ વિકસાવવી ખૂબ જ જરૂરી છે. કાર્યના દરેક પગથિયાંનું પૃથ્થકરણ કરી તેમાં રહેલ જાખમો અોળખી તેને દૂર કરવા અથવા કંટ્રોલ કરવાનું આયોજન કરો. કાર્યમાં સામેલ દરેક કર્મચારી / કામદાર અને સુપરવાઈઝરને તાલીમ આપો. રોજ કાર્ય શરૂ કરતાં પહેલા તાલીમ આપવી જરૂરી છે. રોજ પાંચથી પંદર મિનીટની તાલીમથી વર્તણૂંક અને જાગૃકતા કેળવાશે. ખતરાઅો અગાઉથી વાતચીતના આધારે જાણી શકાશે.
૦૩. એરિયા ઇન્ચાર્જ સેફટી અોફિસ કે સક્ષમ સત્તાધારી અોફિસર તથા કામ કરનાર વ્યક્તિ/એજન્સીએ ભેગા મળી ઊંચાઈ ઉપર કામ કરવાની સલામત પધ્ધતિ બનાવવી.
૦૪. ઊંચાઇ ઉપરના તમામ કામ માટે વર્ક પરમીટ આપવી તથા વર્ક પરમીટમાં જણાવેલ સૂચનાઅોનું સંપૂર્ણ પાલન કરવું.
૦પ. જે ઊંચાઇએ કામ માટે ચઢવાનું હોય તેને યોગ્ય નિસરણી, માંચડા કે પ્લેટફોર્મનો ઉપયોગ કરવો જાઇએ. પડતા અટકાવે(ફોલ એરેસ્ટર) તેવા પટ્ટા કે જે ચઢતી વખતે ઉપર સરકી શકે પરંતુ પટ્ટી નીચે સરકતાં જ લોક થઈ જાય તેવા ફોલ એરેસ્ટર વધુ સલામત છે.
૦૬. બીજી શીફટની શરૂઆતમાં જ વર્ક પરમીટ રીન્યુ કરાવવી.
૦૭. કોઇપણ વ્યક્તિ વર્ક પરમીટ સિવાય ઊંચાઇ પર કામ કરતી ન હોવી જાઇએ.
૦૮. માંચડો (સ્કેફોલ્ડીંગ) આઇ.એસ.-૩૬૯૬, આઇ.એસ.-૪૦૧૪ ­માણે તથા બીજા યોગ્ય સ્ટાન્ડર્ડ ­માણે બનાવવું.
૦૯. જે ઊંચાઇએ કામ કરવાનું હોય ત્યાંથી પડી જવાય નહીં તે માટે ત્યાં જરૂરી પ્લેટફોર્મ, ગાર્ડ, રેઈલ તથા ટો બોર્ડની વ્યવસ્થા કર્યા પછી જ કામ શરૂ કરવું જાઇએ.
૧૦. ઊંચી દિવાલો ઉપર કામ કરતી વખતે ઉપર-નીચે તથા આગળ પાછળ સરકાવી શકાય તેવા માંચડા કે પ્લેટફોર્મની વ્યવસ્થા કરીને જ કામ કરવું જાઇએ. બારીઅો, પાઇપો કે જે મળ્યા તે ટેકા ઉપર ઉભા રહીને કામ કરવું જાખમી છે.
૧૧. છાપરા પર કામ કરતી વખતે સીમેન્ટના પતરાંકે ખવાઇ ગયેલા લોખંડના પતરાં પર ચાલવાથી પડી જવાનોભય રહે છે, તેથી આવું કામ કરતી વખતે છાપરા પર કામ કરવા માટેની ખાસ નિસરણીનો જ ઉપયોગ કરવો તથા તેની પર બેસીને જ કામ કરવું. અને સેફટી બેલ્ટનો ઉપયોગ કરવો. સેફટી બેલ્ટના દોરડા મજબૂત રીતે બાંધવા, વાયરરોપ સાથે ટેકાની વ્યવસ્થા કરવી, સેફટી નેટ બાંધવી.
૧ર. ઊંચાઇએ આવેલ માળ પર કોઇ જગ્યાઅો ખુલ્લી કરેલ હોય અને તેમાંથી નીચે પડી જઈ શકાય તેમ હોય તો તેવી ખુલ્લી જગ્યા ફરતે મજબુત વાડ કરવી તથા સૂચના બોર્ડ મુકવું કે ત્યાં કામ ચાલુ હોવાથી આગળ વધું નહીં. અથવા ખુલ્લી જગ્યાઅો ઢાંકી દેવી. જેથી તેમની ઉપર કામ કરતા પડી ન જવાય.
૧૩. ઊંચાઇએ કામ કરતી વખતે સેફટી બેલ્ટ અવશ્ય પહેરવોજેનો એક છેડો શરીર સાથે બીજા છેડો નજીકના મજબૂત સ્થિર ભાગ સાથે બાંધવો તેમાં પટ્ટાની લંબાઈ કામકાજને અનુÊકૂળ હોય પરંતુ વધારે પડતી લાંબી ન હોય તથા પટ્ટો પુરો મજબૂત હોય તેની ખાતરી કરી લેવી. સેફટી બેલ્ટ ફુલ બોડી હારનેસ ટાઇપનો જ હોવો જાઇએ. આઇ.એસ.આઇ. માર્કાનો હોવો જરૂરી છે.
૧૪. ઊંચાઇએ કામ કરવા સીડી પર ચઢતી વખતે હાથ-અોજારો, તે માટેના ખાસ કમર પટ્ટા અથવા ખભે લટકાવેલ ટૂલ બેગમાં લઇને ચઢવું. જેથી પકડ માટે હાથ છુટ્ટો રહે તથા ગમે તેમ ગોઠવેલ અોજારો પડી ન જાય કે નીચેથી કોઇએ ઉપર ઉછાળવા ન પડે. ઊંચાઇએ કામ કરતી વખતે અોજારો તથા સાધનો એવી રીતે મૂકવા જેથી નીચે પડી ન જાય.
૧૫. ઊંચાઇએ કામ ચાલતું હોય ત્યારે નીચેથી કોઇ પસાર ન થાય તે માટેનું સૂચના બોર્ડ નીચે મુકવું જાઇએ તેમ છતાં નીચેથી પસાર થનારાઅોએ માથે સેફટી હેલમેટ પહેરીને જ પસાર થવું જાઇએ.

૧૬. પ્લેટફોર્મ અથવા કામમકરવાની જગ્યા માટે યોગ્ય એ­ોચ બનાવવો. જા એ­ોચ શક્ય ન હોય તો ક્રેઇન પણ વાપરી શકાય. નિસરણી ­ોપર એ­ોચ માટે વાપરી શકાય. નિસરણી યોગ્ય મજબૂતાઇ તથા સાઇઝની હોવી જાઇએ.
૧૭. પીટ, સમ્પ, ખુલ્લી જગ્યાઅો, સ્ટ્રકચરલ અોપનીંગ અથવા ફ્લોર અોપનીંગ મજબૂત વસ્તુથી ઢાંકી દેવા.
૧૮. ઊંચાઇએ ઉપર કામ કરતી વખતે સેફટી બેલ્ટ, સેફટી નેટનો ઉપયોગ કરવો. જ્યારે નિસરણી, માંચડો, લટકતો માંચડો, કામ ચલાઉ ફ્લોર, સેફટી બેલ્ટ અને બીજી જરૂરીયાતો શક્ય ન હોય ત્યારે સેફટી નેટનો ઉપયોગ કરવો.
૧૯. માંચડો, નિસરણી, સેફટી બેલ્ટ અને બીજા પડી ન જવા તેવા સાધનોનું ઇન્સ્પેકશન, મેઇન્ટેનન્સ જે તે વિભાગના સુપરવાઇઝરે તપાસવું, માંચડો દરેક વપરાશ સમયે સંપૂર્ણ તપાસવો.
૨૦. ફરતી મશીનરી અને જાખમી યંત્રો પાસે કામ કરાવવું નહિં.
૨૧. તમામ કામદારોને યોગ્ય ટ્રેઈનીંગ તથા સ્વસુરક્ષાના સાધનો તથા ઊંચાઇ પર કામ કરતી વખતે રાખવાની કાળજી બાબતે યોગ્ય ટ્રેઈનીંગ અને સમજણ આપવી.
૨૨. ઊંચાઇ પર કામ કરતી વખતે પૂરતું અજવાળું હોવું જરૂરી છે તથા વાતાવરણ સારૂં ન હોય તો ઊંચાઇ પર કામ ન કરાવવું.
૨૩. ઊંચાઇએ કામ કરતી વખતે પાના, કામ કરવાના સાધનો, બોલ્ટ તથા નટ વગેરે મૂકવા માટે તાડપત્રી, રબર શીટ અથવા પતરાંની શીટનો ઉપયોગ કરવો. જેથી નીચે પડે
આભાર – નિહારીકા રવિયા નહીં તથા નીચે કામ કરનાર વ્યક્તિને વાગે નહીં
૨૪. ઊંચાઇએ કામ કરતાં પહેલા તેની નીચેનો વિસ્તાર કોર્ડન કરવો. તથા સૂચના બોર્ડ મૂકવું.
૨૫. ઊંચાઇ ઉપર કામ કરવા માટે બનતા અલગ અલગ ­કારના માંચડા, ફોલ એરેસ્ટર્સ, હોઇસ્ટ, પેસેન્જર હોઇસ્ટ, પીંજરા, વગેરેનો સુરક્ષા ફેકટર્સ ધ્યાનમાં રાખીને અભ્યાસ કરી કાર્ય માટે લગાડવા તથા ઉપયોગ કરવો અને રીપીટીટીવ ટાઇપના કાર્યોમાં કાયમી પ્લેટફોર્મ / એ­ોચ બનાવડાવવાનો ખાસ આગ્રહ રાખવો.
૨૬. પેઈન્ટીંગ / સ્ટ્રક્ચરલ કામ કે જેમાં ઊંચાઇ ઉપર જ જગ્યા બદલવાની હોય, તો બે લાઇફ લાઇન વાળા ફુલ બોડી હારનેસ, વાયરો સાથે હૂક, સેફટી નેટ, નીચે વ્હીલવાળા, હેરફેર કરી શકાય તેવા માંચડા, લટકતા રેફકોલ્ડીંગ જેવા સાધનોનો ઉપયોગ કાર્યને અનુલક્ષીને અવશ્ય કરવો.
૨૭. ખોદેલ ખાડા, પીટ વેસલ કે ટાંકીઅો, ઊંચા ટાવરોમાં કામ કરતી વખતે પણ ઉપર જણાવેલ કાળજી રાખવી જરૂરી છે.
૨૮. ઊંચાઇ ઉપર હોટવર્ક, તણખા, કટીંગ, વેલ્ડીંગ કરતી વખતે માંચડા, દોરડાં અને ટેકા સળગે નહીં તેની પણ કાળજી રાખવી.
– શ્રી ટી.જે. ગામીત
ડેપ્યુટી ડાયરેક્ટર
ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ, ભરૂચ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY