પાંચ વર્ષમાં ૨૦૦૦૦ ભારતીયોએ અમેરિકામાં રાજકીય શરણ માંગ્યુ

0
329

વોશિંગ્ટન/ન્યુ દિલ્હી,તા.૧
અમેરિકાએ જાહેર કરેલા એક લેટેસ્ટ ફીગર પ્રમાણે લગભગ ૨૦૦૦ જેટલા ભારતીયોએ છેલ્લા પાંચ વર્ષમાં અમેરિકામાં રાજકીય શરણ માંગ્યુ છે.
સામાન્ય રીતે આ પ્રકારે વિદેશમાં રહેવા માટે એવા દેશના લોકો અરજી કરતા હોય છે જ્યાં રાજકીય ઉથલ પાથલ ચાલતી હોય.ભારત જેવા દેશમાંથી આટલી મોટી સંખ્યામાં રાજકીય શરણની માંગણીનો આંકડો ચોંકાવનારો કહી શકાય.
અમેરિકાના હોમલેન્ડ ડિપાર્ટમેન્ટે નોર્થ અમેરિકન પંજાબી એસોસિએશનને પુરી પાડેલી વિગતોમાં આ જાણકારી આપી છે.જેમાં કહેવામાં આવ્યુ છે કે ૨૦૧૪માં ૨૩૦૬, ૨૦૧૫માં ૨૯૭૧, ૨૦૧૬માં ૪૦૮૮, ૨૦૧૭માં ૩૬૫૬ ભારતીયોએ આ રીતે રાજકીય શરમ માંગ્યુ છે.
જાકે આ માટે પણ એજન્ટો સક્રિય છે અને રાજકીય શરણ માંગીને વિઝા મેળવવા માટેનો ભાવ ૨૫ થી ૩૦ લાખ રુપિયા ચાલતો હોવાનુ કહેવાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY