પોતાના ખરાબ ઈરાદાથી ફરીવાર આવ્યો પરંતુ તેના અવાજના કારણે ઝડપાઈ ગયો
ન્યુ દિલ્હી,તા.૨૨
જન્મથી જ નેત્રહીન સગીરા પર થોડા દિવસે પહેલા તેના ઘરે આવીને એક શખ્સે બળાત્કાર કર્યો હતો.
સગીરાના માતા-પિતા તેને ઘરે મુકી એક સંબંધીને મળવા ગયા હતા ત્યારે આ શખ્સ આવીને નેત્રહીન સગીર પર તેના ઘરે જ રેપ કર્યો. આરોપી ફરીવાર પોતાના બદઇરાદાથી તેના ઘરે આવ્યો ત્યારે આ નેત્રહીન યુવતીએ આરોપીને તેના અવાજ પરથી ઓળખી લીધો હતો. પરંતુ માં-દિકરી બંન્ને સમજે તે પહેલા તે નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
પીડિતાના પરીવારજનોએ આ મામલે રેવાડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આ આરોપીને પ્રોક્સો એક્ટ હેઠળ ઝડપી લીધો છે. પીડિતાના પિતાએ જણાવ્યું કે, જ્યારે તેઓ પતિ-પત્નિ પોતાની પુત્રીને ઘરે મુકીને સંબંધીને મળીને પરત ફરી ઘરે આવ્યા ત્યારે પોતાની દિકરીની દુર્દશા જોઈ અને પુછવા પર તેણે સંપૂર્ણ ઘટનાની જાણકારી આપી.
આ મામલે પીડિત પરીવારે પોલીસમાં ફરીયાદ દાખલ કરાવી હતી. સગીર અંધ હોવાથી પોલીસ આરોપીની ઓળખ કરવામાં નિષ્ફળ રહી. પરંતુ જ્યારે આરોપી ફરી પોતાના બદઇરાદા સાથે તેના ઘરે આવ્યો ત્યારે આ નેત્રહીન સગીરાએ તેને અવાઝથી ઓળખી લીધો હતો. જેને પોલીસે ઝડપી લીધો છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"