સગરામપુરામાં ડિમોલિશન રોકવા માજી કોર્પોરેટરના ભારે હવાતિયાં.

0
79

શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા મ્યુ. કમિશનરની સૂચનાથી તમામ ઝોનમાં પાર્કિંગની ગેરકાયદે કવર કરી લેવાયેલી જગ્યા ખુલ્લી કરવા વિશેષ ઓપરેશન હાથ ધરાયું છે. આ અભિયાન અંતર્ગત સેન્ટ્રલ ઝોન દ્વારા સોમવારે સગરામપુરા દેસાઈ શેરીમાં સપાટો બોલાવાયો હતો. પાર્કિંગના ભાગમાં ગેરકાયદે દુકાનો ચણી દેવાય હોય ઝોનનો સ્ટાફ ડિમોલિશન માટે પહોંચતા જ એક ચમકદાર પૂર્વ કોર્પોરેટરે કામગીરી અટકાવવા ભારે ધમપછાડા કર્યા હતા. પાલિકાએ સોમવારે સગરામપુરા દેસાઈ શેરીમાં આવેલી મિલકત નંબર ૨-૧૨૬૭માં ભોંયતળિયાના ભાગે પાર્કિંગમાં બનાવી દેવાયેલી ગેરકાયદે દુકાનોનું ડિમોલિશન કર્યું હતું. મંજૂર પ્લાન વિરુદ્ધ દુકાનો ચણી દેવાઈ હોય તંત્ર દ્વારા દુકાનો ઉપર હથોડા ઝીંકવાનું શરૂ થતાં જ તંત્રના અધિકારીઓ ઉપર એક માજી કોર્પોરેટરનો ફોન શરૂ થયો હતો. યેનકેન પ્રકારે આ ડિમોલિશન અટકાવવા તેમણે ભારે ધમપછાડા કર્યા હતા. શહેર ભાજપના વર્તુળોમાં ચમકદાર કોર્પોરેટરની ઓળખ ધરાવતા આ રાજકારણીના ઝોનના સામાન્ય કર્મચારીથી માંડી અધિકારીઓ ઉપર ફોન જવા છતાં તંત્રે મક્કમતાથી દુકાનો તોડી પાડી હતી. એટલું જ નહીં વહીવટી ચાર્જ પેટે રૂપિયા ૫૦ હજાર પણ વસૂલ કરાયા હોવાનું જણાય રહ્યું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY