શાહિદ કપૂરે શરુ કર્યું ફિલ્મ કબીરસિંહનું શૂટિંગ,ફોટો શેર કર્યો

0
34
મુંબઈ,તા.૨૫
આ વર્ષે ‘પદ્માવત’અને ‘બત્તી ગુલ મીટર ચાલુ’માં દેખાય ચૂકેલ શાહીદ કપૂરે તેમની આગામી ફિલ્મનું શુટિંગ શરુ કરી દીધું છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર અપોજિટ કિયારા અડવાણી જાવા મળશે. સંદીપ વંગા ફિલ્મનું ડાયરેક્શન કરી રહ્યા છે અને તેનું નામ ‘કબીર સિંહ’ છે. આ ફિલ્મ તેલુગુ સુપરહિટ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ ની હિન્દી રિમેક છે.
શાહિદ કપૂરે તાજેતરમાં સોશિઅલ મીડિયા પર ફિલ્મના સેટ્‌સના ફોટા શેર કર્યા છે. Instagram પર તેની મોનોક્રોમ તસ્વીર શેર કરતી વખતે શાહિદે લખ્યું, ‘કબીર સિંહના સેટ પર’ ફોટામાં  શાહિદ ખૂબ નાની અને  આછી દાઢીમાં જાવા મળી રહ્યો છે.
આપને જણાવી દઈએ કે ગયા મહિને, શાહીદે સોશિઅલ મીડિયા પર આ ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કરતા લખ્યું હતું કે  “અર્જુન રેડ્ડીને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા અને હવે સમય છે કબીર સિંહનો. ૨૦૧૯ માં તેને જાવા માટે તૈયાર રહો. ‘ આ ફિલ્મ મુંબઈ, દિલ્હી અને મસૂરીમાં શૂટ થશે. શાહિદ ૪ જુદા જુદા દેખાવમાં દેખાશે અને તે છેલ્લા ત્રણ મહિનાથી ફિલ્મ તૈયારી કરી રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY