ખબરદાર..!! મોબાઈલમાં જો ચાઇલ્ડ પોર્નોગ્રાફી કન્ટેન્ટ મળશે તો થશે ૫ વર્ષની જેલ

0
12

ભોપાલ,તા.૨૦
જા તમારા મોબાઇલ ફોન, લેપટોપ કે કમ્પ્યૂટરમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી સાથે સંકળાયેલ કન્ટેન્ટ મળશે તો પાંચ વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે. આઇટી એકટની કલમ ૬૭(બી)માં આ જાગવાઇ વર્ષ ર૦૦૦થી છે, પરંતુ ગૃહ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવેલ પોર્ટલથી તે હવે અમલી બની ગઇ છે.
ષ્ઠઅહ્વીષ્ઠિિૈદ્બી.ર્ખ્તv.ૈહ નામથી શરૂ થયેલા આ પોર્ટલ પર ચાઇલ્ડ પોર્નોગ્રાફી, રેપ કે ગેંગ રેપ સાથે સંકળાયેલ કન્ટેન્ટ સોશિયલ મીડિયા પર શેર કરનાર વિરુદ્ધ ફરિયાદ કરી શકાશે. તેનો હેતુ આ પ્રકારના વીડિયો અને તસવીરો પર રોક લગાવવાનો છે, કારણ કે એવું માનવામાં આવી રહ્યું છે કે આ તસવીરો અને વીડિયો જાઇને બાળકોમાં અપરાધો વધી રહ્યા છે.
સપ્ટેમ્બરમાં લોન્ચ થયેલા આ પોર્ટલમાં ફરિયાદની માત્ર બે જ કેટેગરી છે. અત્યાર સુધી ૩૪ ફરિયાદ આવી છે, પરંતુ એક પણ કેટેગરીમાં તે ફિટ થતી નથી. વાસ્તવમાં ગૃહ મંત્રાલયે સાયબર ક્રાઇમ પ્રિવેન્શન ફોર વિમેન એન્ડ ચાઇલ્ડ (સીસીપીડબ્લ્યુસી) હેઠળ મધ્યપ્રદેશ સાયબર સેલને નોડલ એજન્સી બનાવવામાં આવી છે.
બાળકો અને મહિલાઓ વિરુદ્ધ થઇ રહેલા સાયબર ક્રાઇમને રોકવાના ઇરાદાથી તેના હેઠળ સાયબર સેલને ટ્રેનિંગ પ્રોગ્રામ કરવાના છે. પોલીસ અને એડીપીઓને ટ્રેનિંગ પણ આપવામાં આવી ચૂકી છે. પોર્ટલ ખોલતાં જ ઓળખ છુપાવીને અથવા દર્શાવીને ફરિયાદ કરવાનાં બે વિકલ્પ આવશે. ઓળખ છુપાવીને ફરિયાદ કરવા પર આગળનું સ્ટેટસ જાણવા મળશે નહીં.
ચાઇલ્ડ પોર્નોગ્રાફી અને રેપ કે ગેંગ રેપની કેટેગરી ભર્યા બાદ નામ-સરનામું બતાવવું પડશે જે ગુપ્ત રહેશે. જે વ્યકિત, મોબાઇલ નંબર અથવા યુનિટ રિસોર્સ લોકેટર વિરુદ્ધ ફરિયાદ કરવાની છે તેની માહિતી આપવી પડશે. તમે જે રાજ્યમાંથી હશો તેની નોડલ એજન્સીને તમારી ફરિયાદ મોકલી આપવામાં આવશે. ફરિયાદ વેરિફાય કર્યા બાદ સંબંધિત એજન્સી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY