સ્થાનિક કર્મચારીઓને વેતન ન ચૂકવાત બની ઘટના
ન્યુ દિલ્હી,તા.૩૦
નાણાકીય ભીડ અનુભવી રહેલી ભારતની પબ્લિક સેક્ટરની કંપની ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિઝીંગ એન્ડ ફાઈનાન્સ સર્વિસીઝ(આઈએલએન્ડ એફએસ)ના સાત અધિકારીઓને આફ્રિકાના દેશ ઈથિયોપિયામાં સ્થાનિક કર્મચારીઓએ પગાર નહી મળતા બંધક બનાવી લીધા છે.
વિદેશ મંત્રાલય હાલમાં આ મામલાની તપાસ કરી રહ્યું છે.એવા અહેવાલ છે કે ૨૪ નવેમ્બરથી તેમને બંધક બનાવાયા છે.આ પૈકીના એક ચૈતન્ય હરીએ ટ્વિટર પર ભારતીય અધિકારીઓ પાસે મદદ માંગ્યા બાદ ઘટનાની જાણકારી સામે આવી છે.
એક અખબાર સાથે વાત કરતા ચૈતન્ય હરિએ કહ્યું છે કે અમારા કેમ્પમાંથી ભારતીયોને ભોજન, પાણી કે બીજી વસ્તુઓ લેવા બહાર જવા દેવાતા નથી.કારણકે સ્થાનિક લોકોને લાગે છે કે જા અમને બહાર જવા દેવાશે તો તેમને સેલેરી નહી મળે.
લોન સંકટ સામે ઝઝૂમી રહેલી આઈએલએન્ડ એફએસના મેનેમેન્ટને હવે સરકારે પોતાના હસ્તક લઈ લીધુ છે.આ માટે છ સભ્યોનુ બોર્ડ બનાવવામાં આવ્યુ છે.કંપનીએ કેટલાય મહિનાઓથી પેમન્ટ કર્યુ નથી.આઈએલ એન્ડ એફએસ પર કુલ મળીને ૯૧૦૦૦ કરોડ રુપિયાનુ દેવુ છે.
આઈએલ એન્ડ એફએસ એક નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની છે.જે બેંકો પાસેથી લોન લે છે અને અન્ય કંપનીઓમાં તેનુ રોકાણ કરે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





