ન્યુ દિલ્હી,તા.૨૯
ભૂતપૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસકર ગઈ કાલે સિલેક્શનના વિવાદમાં મિતાલી રાજની પડખે આવ્યા હતા. ગાવસકરે એક મૅગેઝિનને કહ્યું હતું કે ‘મિતાલી જેવી અનુભવી ખેલાડીને કટોકટીની મૅચ વખતે ટીમની બહાર રખાય જ નહીં.
ગાવસકરે જણાવ્યું હતું કે ‘મિતાલી સાથે જે કંઈ થયું એ બદલ મને દુઃખ થયું છે. તે ૨૦ વર્ષથી ભારતીય ક્રિકેટ સાથે જાડાયેલી છે અને હજીયે ઘણા રન કરે છે. તે વર્લ્ડ કપની શરૂઆતની બે મૅચમાં પ્લેયર આૅફ ધ મૅચનો પુરસ્કાર જીતી હતી. એક મૅચ (આૅસ્ટ્રે. સામે)માં તે ઈજાને લીધે નહોતી રમી, પરંતુ પછીથી ફિટ થઈ ગઈ હતી. આ જ સ્થિતિને પુરુષોની ક્રિકેટમાં રૂપાંતર કરો. જા વિરાટ એક મૅચમાં ઈજાને લીધે ન રમ્યો હોય અને પછી નાકઆઉટ મૅચ માટે ફિટ થઈ જાય તો શું તેને ટીમની બહાર રાખશો ખરા? નાકઆઉટ મૅચમાં શ્રેષ્ઠ ખેલાડીઓ તો હોવા જ જાઈએને! ભલે તમે વિનિંગ-કામ્બિનેશન જાળવી રાખવા માગતા હતા, પણ મિતાલી જેવી ખેલાડીને નાકઆઉટ મૅચથી દૂર રખાય જ નહીં.’
કોચ રમેશ પોવારે આપેલા પ્રત્યાઘાતના મુદ્દે સનીએ કહ્યું હતું કે ‘પોવારને શું થઈ ગયું હતું એ વિશે હમણાં કહેવું મુશ્કેલ છે, પણ મિતાલીને પડતી મૂકવા વિશે જે કંઈ કારણ અપાયા છે એ ગળે ઉતરતા નથી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





