મુંબઈ/આબુધાબી,તા.૧
મોખરાના ફિલ્મ સર્જક અલી અબ્બાસ ઝફર પોતાના યુનિટ સાથે અબુ ધાબી પહોંચી ગયાં હોવાની અને હવે સુપર સ્ટાર સલમાન ખાન પણ અબુ ધાબી પહોચ્યો હોવાની માહિતી મલી હતી.
અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ભારતના શૂટિંગ માટે હવે અબુ ધાબીના શિડયુલનો આરંભ થશે. અત્યાર અગાઉ આ યુનિટે માલ્ટામાં શૂટિંગ કર્યું હતું.
આ ફિલ્મમાં સલમાન ખાન સાતે કેટરિના કૈફ અને બાગી ટુ ફેમ દિશા પટની ચમકી રહ્યાં છે. દિશા સલમાનની બહેનના રોલમાં છે. કેટરિના જાડાઇ એ પહેલાં પ્રિયંકા ચોપરા આ ફિલ્મ કરવાની હતી. પરંતુ છેક છેલ્લી ઘડીએ પ્રિયંકાએ ના પાડી હતી અને એના સ્થાને તરત કેટરિના કૈફ આવી હતી. આ ઉપરાંત સ્ટેન્ડ અપ કોમેડીયન સુનીલ ગ્રોવર અને નેરા ફતેહી પણ આ ફિલ્મમાં ચમકી રહ્યાં છે.
ફિલ્મના પ્રોડયુસર અને સલમાનના બનેવી અતુલ અÂગ્નહોત્રીએ સોશ્યલ મિડિયા પર આ જાહેરાત કરી હતી કે હવે અમે ભારતના યુનિટ સાથે અબુ ધાબીમાં છીએ અને અહીં નવા શિડ્યુલના શૂટિંગનો આરંભ કરીશું.
આ ફિલ્મ દ્વારા અલી અબ્બાસ અને સલમાન ખાન સતત ત્રીજી ફિલ્મ સાથે કરી રહ્યાં છે. અગાઉ આ બંનેએ યશ રાજની સુલતાન અને ખુદ સલમાનના બેનર તળે બનેલી ટાઇગર જિંદા હૈ કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





