બાબરી-ચાંદરણીના રણમાં કુદરતી રીતે ઝરા નીકળતા લોકોમાં ખુશીનો માહોલ

0
32

સમી,તા.૫
તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની મુશ્કેલી કાયમી બની ગઇ હોય તેવી પરિસ્થિતિ થઈ છે. ગોધાણા બાબરી અને ચાંદરણી ગામના રણમાં ઝરા નીકળતાં લોકોમાં ખુશી છવાઈ છે. તેની સામે પીવાના પાણી મેળવવા માટે ગ્રામજનોએ આખા અઠવાડિયા સુધી રાહ જાવી પડે છે. ધોમધખતા તાપમાં અઠવાડિયે એકવાર સંપમાં પાણી આવે છે. ૪૩ ડિગ્રીના તાપમાને ભરબપોરે મહિલાઓએ સંપ પર ચડીને પાણી ભરવું પડે છે.
ગોધાણા બાબરી અને ચાંદરણીમાં વર્ષોવર્ષ પીવાના પાણીની સમસ્યા હોય છે. આ બંને ગામોમાં દુદખા હેડ વોટર વર્કથી પાઇપલાઇન દ્વારા પાણી આવે છે પણ નિયમિત આવતું નથી. કોઈ વાર સપ્તાહમાં એકવાર આવે તો કોઈ વાર બે વાર પણ આવી જાય છે. જ્યારે પણ ગામના સંપમાં પાણી આવે ત્યારે ગ્રામજનોએ કોઈપણ સમયે પાણી ભરવા દોટ મૂકવી પડે છે. ટ્રેક્ટર, રીક્ષા અને છકડા જેવા વાહનો ધરાવતા લોકો પાણી ભરવા માટે સંપ પર પહોંચી જાય છે. ગામમાં ટ્યૂબવેલ મંજૂર થઈ ગયેલો છે આ તંત્રોમાં જ્યારે પાણીની કટોકટીમાં ટ્યુબવેલ મુકવામા આવ્યો નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY