ન્યુ દિલ્હી,તા.૧૫
#Me Tooકેમ્પેન અંતર્ગત દરરોજ થઈ રહેલા ખુલાસાઓએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. બોલિવુડથી લઈને રાજીનીતિ અને પત્રકારત્વ જેવા મહત્વના ક્ષેત્રોથી જાડાયેલી મહિલાઓએ પોતાની સાથે થયલા ચેડાં અને યૌન શોષણની કરતૂતોનો ખુલાસો કર્યો છે. મહિલાઓની વ્યથાને જ્યાં મોટું સમર્થન મળી રહ્યું છે ત્યાં કેટલાક લોકો ટાઈમિંગનો હવાલો આપીને ફરિયાદકર્તાઓ પર પણ સવાલ ઊઠાવી રહ્યા છે.
આ વિષયમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ ઉદિત રાજ પછી હવે પાર્ટીની એક મહિલા ધારાસભ્યએ પણ સવાલ ઉઠાવ્યા છે. મધ્ય પ્રદેશના ઈન્દોરમાંથી ભાજપના ધારાસભ્ય ઉષા ઠાકુરે કહ્યું છે કે મહિલાઓ પ્રગતિ માટે શોર્ટ કટ અપનાવે છે.
પોતાના નિવેદનો માટે હંમેશાં ચર્ચાના કેન્દ્રમાં રહેવાવાળા ઉષા ઠાકુરે #Me Too કેમ્પેન મારફતે સામે આવનારી ઘટનાઓ પર કહ્યું છે કે મહિલાઓ અંગત સ્વાર્થ માટે નૈતિક મૂલ્યો સાથે સમાધાન કરે છે. તેમણે કહ્યું, ‘સમાધાન કરવાના કારણે જ મહિલાઓ સમસ્યામાં ફસાય છે. જીવન મૂલ્યો સાથે સમાધાન કરીને મેળવવામાં આવેલી સફળતા નિરર્થક છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"







Nice