ન્યુ દિલ્હી,તા.૨૮
બેટિંગ લિજેંડ સચિન તેંદુલકરે બે નવાં બોલથી મેચ રમવાં બદલ પોતાનાં વિચારો બહુ સ્પષ્ટ રીતે વ્યકત કર્યા હતા. તેમજ તેને બેટિંગ અને બોલિંગ વચ્ચે સંતુલન ગુમાવનારો નિર્ણય ગણાવ્યો હતો.
તેંદુલકર જણાવે છે કે ૨ બોલનાં ઉપયોગથી ક્રિકેટમાં બોલરને વધુ સહન કરવાનું આવે છે. તો તેણે કહ્યુ હતુ કે જા આવી વાત હતી તો તે રમતો હતો ત્યારે શા માટે ન બોલ્યો? પહેલાં એક બોલ હોવાંથી બોલ જુનો થઈ જતાં બોલ સ્વિંગ થતો હતો.પણ હવે બોલ નવાં નિયમ પ્રમાણે આઉટ સ્વિંગ અને રિવર્સ સ્વિંગ થતો નથી. તેવું જ હાલમાં પુરી થયેલી ઈંગ્લેંડઅને ઓસ્ટ્રેલિયાની સીરિઝમાં થયુ. જેમાં બોલરને પીચ તરફથી પણ કોઈ જ મદદ ન મળી અને અને તેનાં લીધે જંગી સ્કોર ખડકાયા.
બોલિંગ એ ક્રિકેટનું એક અવિભાજ્ય અંગ બની ગયું છે. ૨ નવાં બોલને લીધે રમતમાંથી સ્પર્ધાનું તત્વ ચાલી ગયું છે. જ્યારે આ નિયમ આવ્યો ત્યારે હું વન ડે માંથી રિટાયર્ડ થઈ ચુક્યો હતો. હું નવાં ફિલ્ડ રિસ્ટ્રીકશન વચ્ચે નથી રમ્યો. તો ૨૫-૨૫ ફોરમેટ કે ૩૪-૧૬ નાં ફોરમેટમાં બહુ રમ્યો નથી. હું નવં બોલનાં ફોરમેટમાં ૧૯૯૨ વલ્ડ કપ અને તે પહેલાં ૧૯૯૧માં ત્રિકોણિય જંગ રમ્યો છુ. મારાં મતે જ્યારે કોઈ પણ નિયમ બને ત્યારે હું તેનો વિરોધ કર્યા વગર સ્વિકારું છુ. આમ તે બન્ને ટીમોને લાગું પડે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





