70 ફુટ ઉંચા અને 35 ફુટ પહોળા મોઢાની કામગીરી શરૂ, ગરદન, દાઢી નો ભાગ પહોંચ્યો સ્ટેચ્યુ પર
રાજપીપળા : વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલ ની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામકાજ અંતિમ પડાવ પર પહોંચ્યું છે.પ્રતિમાના ધડને સફળતાપૂર્વક લગાવ્યા બાદ હવે ગળા અને મુખારવિંદનો હિસ્સો લગાવાશે. તે પૈકી આજે ગળા અને હડપચી ( દાઢી ) ના હિસ્સાને બેઝ કેમ્પ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાઈટ પર ઓપન ટ્રેલરમાં લઈ જવાયો છે. અને આજે સાંજ સુધી પ્રતિમા પર લગાવી દેવામાં આવશે.તો તેમના મુખારવિંદને પણ આખરી ઓપ આપવાનું કામ પ્રગતિમાં છે અને સંભવતઃ આ હિસ્સો પણ આગામી 2 દિવસમાં લગાવી દેવાશે સરદાર પટેલ નું જે મુખ છે જે 70 ફૂટ ઉંચુ હશે અને 35 ફુટ લાંબુ રહેશે અને જેને 4 ભાગ માં બનાવવામાં આવ્યું છે જેને પણ આજ રાત થી લઈ આવતી કાલે લાગાવવામાં આવશે અને ત્યારબાદ પ્રતિમાની આખરી ફીનિશિંગની પ્રક્રિયા હાથ ધરાશે. અને આગામી 31 ઓક્ટોમ્બરનાં રોજ પ્રધાનમંત્રી પ્રતિમાનું લોકાર્પણ કરશે.જેનું કામ હાલ તો રાત અને દિવસ ચાલી રહ્યું છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




