ન્યુ દિલ્હી,તા.૩
ડોલરની સામે રૂપિયાની નબળાઈની અસર દેશની અર્થ વ્યવસ્થા પર જ નહીં પણ વિદેશમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ પર પણ થઈ રહી છે. રૂપિયામાં સતત ઘટાડાથી વિદેશમાં અભ્યાસ મોંઘો થઈ ગયો છે. છેલ્લા એક વર્ષમાં રૂપિયામાં ૭.૬૨નો ઘટાડો થયો છે. ડોલરમાં લગભગ ૧૨ ટકાનો વધારો થયો છે. જેના પરિણામો વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને ભોગવવા પડે છે.
સરકારી આંકડાઓ અનુસાર દેશના લગભગ સાડા પાંચ લાખ વિદ્યાર્થીઓ ૮૦થી વધારે દેશોમાં અભ્યાસ કરે છે. દેશમાંથી વિદેશ જતા કુલ ૧૧.૩૩ અબજ ડોલરના ૧૭.૮ ટકા વિદેશમાં અભ્યાસ માટે વપરાય છે. આ ખર્ચ વિદેશોમાં રોકાણ, સંપત્તિ ખરીદવા, દાન, પર્યટન અને જમા રકમ સહિતની વસ્તુઓથી ઘણો વધારે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંથી મોકલવામાં આવતા રૂપિયા દ્વારા ત્યાં અભ્યાસ કરે છે.
લગભગ ૫૫ ટકા વિદ્યાર્થીઓ અમેરિકા અને કેનેડામાં અભ્યાસ કરવા જાય છે. બાકીના બીજા દેશોમાં જાય છે. રૂપિયામાં સતત ઘટાડાના કારણે આ વર્ષે મારે વધારાના ૪ થી ૫ લાખ રૂપિયાની જાગવાઈ કરવી પડશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



