સરકારી બંગલાઓ ખાલી કરવા રાજનાથસિંહ તૈયાર

0
25

લખનૌ,
સંપત્તિ વિભાગ દ્વારા તમામ પૂર્વ મુખ્યમંત્રીઓની પાસે સરકારી બંગલા ખાલી કરાવવા માટે નોટિસ પહોંચાડી દેવામાં આવી છે. મુલાયમસિંહ યાદવને બાદ કરતા તમામ પૂર્વ મુખ્યમંત્રીઓએ ઘર ખાલી કરવા માટે તૈયારી પણ દર્શાવી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી રાજનાથસિંહે રાજ્ય સંપત્તિ વિભાગની નોટિસ મળ્યા બાદ લખનૌમાં પોતાના સ્ટાફને ૪, કાલીદાસ માર્ગ પર સ્થિત મળેલા સરકાર બંગલાને ખાલી કરવા માટે આદેશ આપી દીધા છે. જવાહર ભવન સ્થિત રાજ્ય સંપત્તિ અધિકારી તરફથી નોટિસ અમલી કરવા માટે રાજ્ય સંપત્તિ વિભાગના ઈન્સ્પેકટર રામ સ્નેહીને જવાબદારી સોંપવામાં આવી છે. રાજનાથસિંહને ફાળવવામાં આવેલા આવાસ પર વર્તમાન જનસંપર્ક અધિકારીને નોટિસ આપવામાં આવી છે. રાજનાથસિંહ ટૂંક સમયમાં જ આ બંગલામાં મુકવામાં આવેલી ચીજવસ્તુઓ ગોમતીનગરના વિપુલ ખંડ સ્થિત પોતાના ખાનગી આવાસમાં ખસેડશે. તેમના કાર્યાલય તરફથી જારી કરવામાં આવેલી માહિતીમાં આ મુજબની વાત કરવામાં આવી છે. રાજનાથસિંહના આવાસથી રાજ્ય સંપત્તિ વિભાગના ઈન્સ્પેકટર રામ સ્નેહી વિક્રમાદિત્ય માર્ગ સ્થિત પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવાના આવાસ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના આવાસ પર પહોંચ્યા હતા. અખિલેશના આવાસ પર મુખ્ય સુરક્ષા અધિકારીએ અખિલેશ સાથે વાત કર્યા બાદ નોટિસ મેળવી લીધી હતી પરંતુ મુલાયમસિંહ યાદવાના આવાસ ઉપર વાત આગળ વધી ન હતી. બીજી બાજુ સ્ટાફ સાથે મુલાયમની વાત થઈ શકી નથી. મુલાયમસિંહ યાદવ લખનૌથી બહાર છે અને હજુ સુધી વાતચીત થઈ શકી નથી. રાજનાથસિંહે દાખલો બેસાડીને આવાસ ખાલી કરવાની તૈયારી દર્શાવી છે. પૂર્વ મુખ્યમંત્રી એન.ડી. તિવારી દિલ્હીની હોÂસ્પટલમાં હાલ સારવાર હેઠળ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY