ઇસ્લામાબાદ,
પાકિસ્તાને હમેંશા પોતે ત્રાસવાદથી ગ્રસ્ત હોવાની દલીલો કરી છે પરંતુ પાકિસ્તાનમાં કઇ રીતે કુખ્યાત ત્રાસવાદીઓને સુરક્ષા આપવામાં આવી રહી છે તેનો વધુ એક પુરાવો મળ્યો છે. જેથી દુનિયાના દેશોમાં પાકિસ્તાનની પોલ ફરી એકવાર ખુલી ગઇ છે. પાકિસ્તાન ત્રાસવાદીઓને સુરક્ષા આપી રહ્યુ છે. પંજાબ પ્રાંતની સરકારના નિર્ણયના કારણે પાકિસ્તાન ફરી ખુલ્લુ પડી ગયુ છે. કારણ કે પ્રાંતીય સરકારે મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ અને જમાત ઉદ દાવાના લીડર હાફિજ સઇદની જાને ખતરો છે તેમ ગણાવીને તેને પોલીસ સુરક્ષા ઉપલબ્ધ કરાવી દીધી છે. સુપ્રીમ કોર્ટ બાદ થોડાક સમય પહેલા તેની સુરક્ષા દુર કરી દેવામાં આવી હતી. જા કે હવે ફરી તેને સુરક્ષા આપી દેવામાં આવી છે. પ્રાંતીય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે મુખ્યપ્રધાનના આદેશ બાદ હાફિઝની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. મુખ્યપ્રધાનનુ કહેવુ છે કે હાફિજની જાનને ખતરો છે. જેથી તેની સુરક્ષાને વધારી દેવામાં આવી છે. સરકારે ફરી સુરક્ષા મજબુત કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે હાલમાં ઇસ્લામાબાદ અને ચાર પ્રાંતના પોલીસ અધિકારીઓને સુરક્ષા દુર કરવા માટેનો આદેશ આપ્યો હતો. સુપ્રિમ કોર્ટના આદેશ બાદ પંજાબ પોલીસે પ્રાંતના પ્રભાવશાળી લોકોની સુરક્ષામાં તૈનાત કરવામાં આવેલા ૪૬૧૦ સુરક્ષા કર્મીઓને ફરી બોલાવી લીધા હતા. ચીફ જસ્ટીસનું કહેવું છે કે ત્રાસવાદીઓને સુરક્ષાના મામલામાં ગંભીરતાપૂર્વક આગળ વધવાની જરૂર છે. મામલો સુપ્રિમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. ઉલ્લેખનિય છે કે જમાત ઉદ દાવા હાફિઝ સઈદની સુરક્ષાની વ્યવસ્થા કરે છે. તેના ઘરની આસપાસ ખાસ પોલીસ ટુકડી તૈનાત રહે છે. સઈદ ઉપર ૨૦૦૮માં થયેલા મુંબઈ હુમલાનો આક્ષેપ છે. જેમાં ૧૬૬ના મોત થયા હતા. અમેરિકાએ ૨૦૧૪માં જમાત ઉદ દાવા પર પ્રતિબંધ મુક્યો હતો
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





