કોઈપણ બેરોજગાર સદસ્ય ૭૫ ટકા સુધીની રકમ ઉપાડી શકશે: ઈપીએફઓ

0
54

ન્યુ દિલ્હી,તા.૨૭
ઈપીએફઓના સદસ્યો પાસે હવે એક માસ સુધી બેરોજગાર રહેવાની સ્થિતિમાં ૭૫ ટકા સુધીની રકમ ઉપાડવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. તેની સાથે ઈપીએફઓના સદસ્ય પોતાના એકાઉન્ટને પણ જાળવી શકે છે. શ્રમ પ્રધાન સંતોષ ગંગવારે ઈપીએફઓના ટ્રસ્ટીની બેઠક બાદ આના સંદર્ભે જાણકારી આપી હતી.
ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડના ચેરમેન અને શ્રમ પ્રધાન સંતોષકુમાર ગંગવારે કહ્યુ છે કે તેમણે આ યોજનામાં સંશોધન કરવાનો નિર્ણય કર્યો છે. તેના પ્રમાણે એક માસ સુધી બેરોજગાર રહેવાની સ્થિતિમાં ઈપીએફઓનો કોઈપણ સદસ્ય ૭૫ ટકા સુધીની રકમ અગ્રિમ સ્તરે ઉપાડી શકે છે અને પોતાના ખાતેને પણ જાળવી રાખી શકે છે.
ઈપીએફઓ યોજના ૧૯૫૨ની નવી જાગવાઈઓ હેઠળ બે માસ સુધી બેરોજગાર રહેવાની સ્થિતિમાં ખાતાધારકો પોતાની બચેલી પચ્ચીસ ટકા રકમને ઉપાડીને ખાતાને બંધ કરાવી શકે છે. હાલના સમયમાં કોઈપણ ઉપયોગકર્તા બે માસ સુધી બેરોજગાર રહે. તો તેવી સ્થિતિમાં તે આ રકમ ઉપાડી શકે છે. આ નવી યોજના હેઠળ વ્યક્તિ પોતાના પીએફ એકાઉન્ટ બનાવી રાખી શકે છે અને તેનો ઉપયોગ અન્ય નોકરી મળ્યા બાદ કરી શકે છે.
પહેલા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે ૬૦ ટકા રકમન ઉપાડી શકાય.પણ સીબીટીએ આ મર્યાદા ૭૫ ટકા કરી દેવામાં આવી હતી. ગંગવારે કÌš છે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ મેન્યુફેક્ચરર્સ એસબીઆઈ અને યુટીઆઈ મ્યુચુઅલ ફંડની સમય મર્યાદા પણ પહેલી જુલાઈ-૨૦૧૯ સુધી વધારવામાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY