આઝાદી કાશ્મીરીઓની પ્રાથમિકતા છે તેવા નિવેદન બાદ સોઝનો વધુ એક વિવાદ
નેહરુ કાશ્મીરને પ્રેમ કરતા હતા તેથી સરદારના પ્રસ્તાવને ઠુકરાવી કાશ્મીર બચાવી લીધુ હતું : પૂર્વ કેન
અગાઉની યુપીએ સરકારમાં મંત્રી રહી ચુકેલા અને વિવાદોમાં આવેલા કાશ્મીરના નેતા સૈફુદ્દીન સોજે શનિવારે પણ વિવાદને હવા આપી હતી. તેઓએ અગાઉ એવુ જણાવ્યું હતું કે કાશ્મીરીઓની પ્રાથમિક્તા આઝાદી છે. અને હવે સોજે દાવો કર્યો હતો કે દેશના પહેલા ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલે હૈદરાબાદના બદલામાં પાકિસ્તાનને કાશ્મીર આપવાની વાત કરી હતી.
અગાઉ સોજે જે નિવેદન કર્યંુ હતું તેને કોંગ્રેસ અને ભાજપ બન્નેએ વખોડયું હતું. કોંગ્રેસે જણાવ્યું હતું કે સોજ પોતાના પુસ્તકના પબ્લિસિટી માટે આ બધુ કરી રહ્યા છે. આવા નિવેદનનો કોઇ સમર્થન ન આપે. સોજે અગાઉ કહ્યું હતું કે કાશ્મીરીઓની પ્રાથમિક્તા આઝાદી છે. તેમના આ નિવેદનનો ઉલ્લેખ તેમની આગામી પુસ્તકમાં પણ છે. જેમાં તેઓએ પરવેઝ મુશર્રફના નિવેદનને પણ સમર્થન આપ્યું હતું.
દરમિયાન પુસ્તકને લઇને જે વિવાદ થયો છે તે અંગે સોજે મીડિયા સાથે વાતચીત કરી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે સરદાર પટેલે હૈદરાબાદના બદલામાં પાકિસ્તાનને કાશ્મીર સોપવાનો પ્રસ્તાવ મુક્યો હતો. જોકે નેહરુને કાશ્મીરથી વિશેષ પ્રેમ હતો અને આનો રેકોર્ડ પણ છે. નેહરુને કાશ્મીરથી પ્રેમ હતો તેથી જ કાશ્મીર આજે આપણી સાથે છે.
આ સાથે સોજે દાવો કર્યો હતો કે ભારત અને પાકિસ્તાનને લઇને કેન્દ્ર સરકારે રસ્તો કાઢવો જોઇએ અને આ રસ્તો વાતચીતનો છે. બન્ને દેશોએ વાતચીત કરી સમસ્યાઓનું નિરાકરણ કરવું જ જોઇએ. સોજે જણાવ્યું કે જો બન્ને દેશો વચ્ચે વાતચીત થશે તો શાંતીની સ્થાપના થશે અને દરેક વિવાદોનો જ અંત આવી જશે.
બન્ને દેશો પાડોશી છે અને પરમાણુ હથિયારો ધરાવે છે. બન્ને લાંબો સમય સુધી દુશ્મનીમાં નહીં રહી શકે. તેથી મજબૂત પગલા લેવા પડશે અને વાતચીત કરવી પડશે. સોજ પોતાના જુના આઝાદી અંગેના નિવેદન પર અડિગ રહ્યા હતા અને દાવો કર્યો હતો કે એક આમ કાશ્મીરી એવુ જ ઇચ્છે છે, જોકે એ શક્ય જ નથી.
ગુલામ નબી આઝાદના નિવેદનને લશ્કરે તોયબાએ સમર્થન કર્યું તેને લઇને જ્યારે સોજને પૂછવામાં આવ્યું તો તેઓએ જણાવ્યું હતું કે લશ્કરે તોયબા શું કહે છે તેને લઇને મને કઇ ફરક નથી પડતો પણ એટલુ જરુર છે કે ભાજપ સાંપ્રદાયીક રાજનીતી કરી રહી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




