૨૧ મહિના પછી પ્રથમ વખત સામે આવ્યો સર્જિકલ સ્ટ્રાઈકનો વીડિયો

0
120

ન્યુ દિલ્હી,તા.૨૮
જમ્મુ-કાશ્મીરના ઉરી સૈન્ય કેમ્પ પર ગયા વર્ષે થયેલા હુમલા બાદ પીઓકેમાં થયેલ સેનાની સર્જીકલ સ્ટ્રાઇકની પહેલી તસવીરો સામે આવી છે. ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ ઉરી સૈન્ય કેમ્પ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ થયેલ સર્જીકલ સ્ટ્રાઇકમાં સેના અને પેરા ફોર્સીસના જવાનોએ પાક અધિકૃત કાશ્મીરના ટેરર લોન્ચિંગ પેડ્‌સ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં કેટલાંય આતંકી ઠેકાણાને બર્બાદ કરી દેવાયા હતા અને આૅપરેશનમાં સામેલ તમામ જવાન સુરક્ષિત ભારતીય વિસ્તારમાં પાછા આવ્યા હતા.
ટેરર લોન્ચ પેડ્‌સ પર થયેલ આ કાર્યવાહી આવનારા દિવસોમાં સેનાના તત્કાલીન ડાયરેકટર જનરલ ઓફ મિલિટ્રી ઓપરેશન્સ રણબીર સિંહ અને વિદેશ મંત્રાલયના તત્કાલીન પ્રવકતા વિકાસ સ્વરૂપે દિલ્હીમાં આ ઓપરેશનની માહિતી આપી હતી. જા કે પાકિસ્તાને પોતાના વિસ્તારમાં ભારતીય જવાનોની કોઇપણ સ્ટ્રાઇકનો ઇન્કાર કર્યો હતો. આ આખા ઘટનાક્રમના અંદાજે ૨૧ મહિના બાદ હવે સર્જીકલ સ્ટ્રાઇકલના પહેલા પુરાવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સેનાની કાર્યવાહીમાં કેટલાંય લોન્ચ પેડ્‌સને બર્બાદ થતાં જાઇ શકાય છે. જા કે હજુ સુધી આ વીડિયોના સંબંધિત સેનાની તરફથી કોઇ સત્તાવાર નિવેદન અપાયું નથી.
પાક અધિકૃત કાશ્મીરના ટેરર કેમ્પ પર થયેલ કાર્યવાહી પહેલાં આતંકીઓ દ્વારા કાશ્મીરના બારામુલ્લા સ્થિત ઉરી સૈન્ય કેમ્પ પર એક મોટો હુમલો કરાયો હતો. ૧૮ સપ્ટેમ્બરની સવારે ઉરીમાં થયેલા આ હુમલા દરમ્યાન સેનાના ૧૭ જવાન શહીદ થયા હતા જ્યારે ૩ ઘાયલ સૈનિક સારવાર દરમ્યાન વીરગતિ પામ્યા હતા. આ હુમલા બાદ તત્કાલીન ડીજીએમઓ રણબીર સિંહે આતંકીઓને જડબાતોડ જવાબ આપવાની જાહેરાત કરી હતી. તેના થોડાંક દિવસ બાદ જ આ મોટી સૈન્ય કાર્યવાહી કરાઈ હતી.
આપને જણાવી દઇએ કે ૨૦૧૬ની આ સર્જીકલ સ્ટ્રાઇક પહેલાં પીએમ નરેન્દ્ર મોદી, તત્કાલીન રક્ષામંત્રી મનોહર પાર્રિકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, અને ડીજીએમઓ રણબીર સિંહે અંદાજે ૧૦ દિવસ સુધી આ ઓપરેશનનું મોનેટરિંગ કર્યું હતું. આ દરમ્યાન ભારતીય સેટેલાઇટના માધ્યમથી સેનાને આતંકી લોન્ચ પેડ્‌સના લોકેશન બતાવામાં આવ્યા હતા. ત્યારબાદ ૨૯ સપ્ટેમ્બરના રોજ અમાસની રાત્રે સેનાના જવાનોએ પાક અધિકૃત કાશ્મીરના આતંકી લોન્ચ પેડ્‌સ પર સ્ટ્રાઇક કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY