૮ ટીમો, ૧૫૦ કમાન્ડો, ભારતે આ રીતે કરી હતી પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઇક

0
10

ન્યુ દિલ્હી,તા.૨૮
શૌર્ય માટે ભારતીય સેનાની ખ્યાતિ પહેલા અને બીજા વિશ્વયુદ્ધથી માંડીને આઝાદ ભારતના પાકિસ્તાન સાથેના ચાર અને ચીન સાથેના એક યુદ્ધમાં દુનિયાએ જાઈ છે. ઉરી ખાતેના સૈન્ય છાવણી પરના હુમલા બાદ ૧૮ જવાનોની શહાદતનો બદલો પણ ભારતીય સેનાએ આવી જ બહાદૂરી સાથે લીધો હતો. સર્જિકલ સ્ટ્રાઈક તરીકે પીઓકેમાં કરવામાં આવેલી આતંકવાદી વિરોધી કાર્યવાહીના ૨૧ માસ બાદ આનો એક વીડિયો સામે આવ્યો છે.
રાત્રિના અંધકારમાં ખામોશી સાથે પગલે-પગલું દબાવીને જવાનો આગળ વધી રહ્યા હતા. પહાડો અને જંગલની વચ્ચે જવાનોની આહટને કોઈ જાઈ શક્્યું નહીં. દરેક જવાનની નજર સીધી તેમના ટાર્ગેટ પર મંડાયેલી હતી. મકસદ હતો જાવે અને મારો. થયું પણ આવું જ જવાનો જ્યારે પોતાના ટાર્ગેટવાળા સ્થાન તરફ પહોંચી રહ્યા હતા ત્યારે તેમણે જ્યાં પણ આતંકી જાયા તેમને મોતને ઘાટ ઉતાર્યા. અંધકારની વચ્ચે ચાલતી ગોળીઓ અને રોકેટ લોન્ચર્સના અવાજાએ રાત્રિની ખામોશીને ચીરી નાખી હતી. ગોળીબારના અવાજા વચ્ચે આવી રહેલી બૂમરાણ ઠાર થનારા આતંકવાદીઓની હતી. કેટલાક સમય બાદ આતંકવાદીઓના ખેમમાં હાહાકાર મચી ગયો હતો. આ ઓપરેશનમાં ઘણાં આતંકીઓ ઠાર થયા છે. બીજી તરફ ભારતીય જવાનો ઝડપતી હેલિકોપ્ટર પર સવાલ થઈને પોતાની સીમામાં સુરક્ષિત પાછા ફરે છે.
આ કહાની ફિલ્મી લાગી શકે છે. પરંતુ આ જ હકીકત છે. ભારતીય સેનાના કમાન્ડો દ્વારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી શિબિરો પર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકની. ભારતીય સૈન્ય ઈતિહાસમાં યુદ્ધ સિવાય ખૂબ ઓછા પ્રમાણમાં ભારતીય સૈનિકોએ સીમાપાર જઈને દુશ્મનોનો ખાત્મો કર્યો છે. ઉરીમાં સેનાના કેમ્પ પર થયેલા આતંકી હુમલા બાદ નજારો અને નજરિયો બંને બદલાયા હતા. ભારતીય સેનાએ આતંકી હુમલાનો જવાબ પણ સર્જિકલ સ્ટ્રાઈકથી લીધો હતો. પાકિસ્તાનમાં બેસીના બિરયાની ખાતા પાકિસ્તાની આતંકવાદીઓએ ક્્યારેય વિચાર્યું નહીં હોય કે ભારતીય સેનાના કમાન્ડો કાળ બનીને સીમાપારથી તેમના ઉપર ત્રાટકશે. ભારતીય સેનાના તત્કાલિન ચીફ જનરલ દલબીરસિંહ સુહાગે પણ જવાનોની શહાદતનો બદલો જરૂરથી લેવામાં આવશે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. પરંતુ આનો સમય અને સ્થાન ભારતીય સેના જ નક્કી કરશે. સર્જિકલ સ્ટ્રાઈકમાં પણ કંઈક આવું જ દેખાયું હતું.
આ ઓપરેશન રાત્રે સાડા બાર વાગ્યે શરૂ થયું હતું અને સવારે સાડા ચાર વાગ્યા સુધી ચાલ્યું હતું. તે વખતે અભિયાનમાં સામેલ જવાનો નિયંત્રણ રેખા પાર કરીને લગભગ બે કિલોમીટર સુધી સ્ક્રાઉલિંગ કરીને આતંકીઓના ઠેકાણે પહોંચ્યા હતા અને આ ઓપરેશન બેથી ત્રણ કિલોમીટરના વિસ્તારમાં ચલાવવામાં આવ્યું હતું. સર્જિકલ સ્ટ્રાઈક પર બનાવવામાં આવેલી એક ડોક્યુમેન્ટ્રી પણ હિસ્ટ્રી ચેનલે પ્રસારીત કરી હતી. ચેનલે તેનું નામ સ્પેશયલ ઓપરેશન ઈન્ડીયા- સર્જિકલ સ્ટ્રાઈક આપ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY