ભારતના ૧૩,૫૦૦ ગામડાંઓમાં શાળા નથી : કેન્દ્ર સરકાર

0
10

ન્યુ દિલ્હી,તા.૧૭
કેન્દ્ર સરકારના ગ્રામિણ વિકાસ મંત્રાલયના એક અહેવાલમાં એવી ચોંકાવનારી જાણકારી આપવામાં આવી છે કે દેશના તમામ રાજ્યોના મળીને આશરે ૧૩,૫૧૧ ગામડાંઓમાં એક પણ શાળા નથી.
દેશના હજારો ગામડાઓમાં શાળાના અભાવના કારણ અંગે ચર્ચા કરતાં ગ્રામિણ વિકાસ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે રાજ્ય સરકારોના ઉદાસીન વલણને કારણે અસંખ્ય ગામડાઓમાં શાળા શરૂ કરી શકાઈ નથી.
અધિકારીએ વધુમાં કહ્યું કે કેટલાક એવા પણ ગામડા છે જ્યાં શાળા શરૂ કરવા માટે જરૂરી વસ્તી નથી. ઉત્તર પ્રદેશ એવું રાજ્ય છે જ્યાં શાળા ન હોય એવા સૌથી વધારે ગામડા છે. જ્યારે મણિપુર એવું રાજ્ય છે જ્યાં એકેય ગામ શાળાવિહોણું નથી. ઉત્તર પ્રદેશમાં ૧,૦૭,૪૫૨ ગામડા છે અને ૩૪૭૪ ગામોમાં શાળા નથી.
ગુજરાતમાં, ૧૮,૬૭૬ ગામડા છે અને એમાંના ૫૧ ગામોમાં શાળા નથી. મહારાષ્ટ્રમાં ૪૪,૧૯૮ ગામડા છે અને એમાંના ૪૬૮ ગામોમાં શાળા નથી. સમગ્ર દેશમાં, શાળાકીય શિક્ષણ પૂરું પાડવાના મામલે ઈશાન ભારતના રાજ્યોનો દેખાવ અન્ય રાજ્યો કરતાં વધારે સારો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY