ન્યુ દિલ્હી,તા.૨૪
ઈંધણનો વધતો તોતીંગ ભાવ તેમજ સતત ગગડતા રૂપિયો હાલ ભારત માટે માથાનો દુખાવો બનીરહ્યું છે. આની સામે પગલા ઉઠાવવા આવનારા દિવસોમાં સરકાર કોઈ પણ નિર્ણય પર આવી શકે છે. આમાં ઈંધણને આયાત કરવાનું ઓછું કરવાની વાત પર વિચાર કરી શકે છે. ભારત દુનિયાનો ત્રીજા સૌથી મોટો દેશ છે જે ઈરાન પાસેથી મોટા પ્રમાણમાં ઈંધણ ખરીદે છે.
નવેમ્બરમાં ઈરાન પર અમેરિકા દ્વારા લગાવવામાં આવેલ પ્રતિબંધ ફરીથી લાગુ થઈ જશે. ત્યારબાદ ઈરાન પાસેથી તેલ ખરીદવું ભારત માટે આસાન નહી હોય. આવામાં ગ્લોબલ માર્કેટમાં કાચા ઈંધણના ભાવ ભડકે બને તેવી આશંકા છે. ઈંધણના વધતા ભાવ પર ગ્લોબલ કારણોની અસર પણ જાવા મળી છે. બહુ ઓછા સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવ ભડકે બળે છે.
મુંબઈમાં મંગળવારે પેટ્રોલની કિંમતે ૯૦ને પાર કરી હતી. તો બીજી બાજુ રૂપિયો પણ ફરી એકવાર ગગડ્યો હતો. સોમવારે તે ડાલરની સામે ૨૯ પૈસા તૂટતા ૭૨.૪૯ રૂપિયા પ્રતી ડાલર થઈ હતી. આને જાતા ભારતમાં કાચા ઈંધણની આયાતને ઓછી કરે તેવી શકીયતા છે. જાકે, આનાથી ઈંધણની કિમત વધશે કે તેનો કોઈ વિકલ્પ શોધવામાં આવશે આ વાત પર હજુ કંઈ સ્પષ્ટ થયુ નથી. હાલતો રેકોર્ડ સ્તરે પેટ્રોલ-ડીઝલની કિંમત દઝાડી રહી છે. મોંઘવારીએ માઝા મુકી છે. સામાન્ય લોકો પરેશાન છે. મોંઘવારીના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. હાલ તો પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો થાય તેવી કોઈ શક્્યતા દેખાતી નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





