ક્રિકેટ સહિતની રમતોમાં સટ્ટો અને જુગાર કાયદેસર બનાવો

0
314
લો કમિશને કેન્દ્ર સરકારને ચોંકાવનારી ભલામણ કરી

તમામ સટ્ટો કરપાત્ર અને પાન કે આધારકાર્ડ સાથે જોડો : ડિજિટલ વ્યવહાર હોવો અનિવાર્ય

લો કમિશને આજે ક્રિકેટ સહિત તમામ સ્પોર્ટસમાં જુગાર અને બેટિંગને કાયદેસરની પ્રવૃત્તિ તરીકે સમાવેશ કરવા અને તેને ડાઈરેકટ અને ઈનડાયરેક્ટ ટેક્સના દાયરામાં લેવા કેન્દ્રને ચોંકાવનારી ભલામણ કરી હતી અને સટ્ટાની તમામ આવક કરપાત્ર કરવા સૂચન કર્યું હતું. કમિશનના રિપોર્ટમાં જણાવ્યા મુજબ ભારતમાં ક્રિકેટ સહિતની રમતોમાં જુગાર અને બેટિંગને કાનુની દાયરામાં લેવા માટે કાયદામાં અનેક સુધારા સૂચવ્યા છે. સંસદ પણ સ્પોર્ટમાં જુગારનું નિયમન કરવા મોડેલ લો તૈયાર કરશે. સંસદ આર્ટિકલ બંધારણની ૨૪૯ અને ૨૫૨ની કલમો હેઠળ આ કાયદા ઘડશે. કમિશને વધુ ભલામણ કરતાં સટ્ટાના તમામ વ્યવહારોને ડિજિટલ કરવા ફરજીયાત અને આધાર કે પાનકાર્ડ સાથે જોડવા જણાવ્યું હતું. કમિશને દેશના ફોરેક્ષ કાયદા અને એફડીઆઈની નીતિ બદલીને દેશવિદેશની એજન્સીઓને કેસિનો અને ઓનલાઈન જુગારમાં સવલત આપવા ભલામણ કરી હતી તે માટે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ ૧૯૯૯માં જરૃરી સુધારા કરવા પણ ભલામણ કરી હતી. કમિશનને અપેક્ષા છે કે આ ક્ષેત્રમાં એફડીઆઈને મંજૂરી મળતાં દેશમાં રોકાણો વધશે અને ટુરિઝમનો પણ વિકાસ થશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY