ન્યુ દિલ્હી,તા.૫
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું છે કે જમ્મુ-કાશ્મીર માટે અલગ બંધારણ હોવું કદાચ એક ભૂલ હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે સાર્વભૌમત્વના મામલે ક્્યારેય કોઈ સમજૂતી કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટમાં
બંધારણના અનુચ્છેદ-૩૫એની બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજીઓ પર સુનાવણીઓ ચાલી રહી છે. ત્યારે એનએસએ અજીત ડોભાલ દ્વારા જમ્મુ-કાશ્મીરના અલગ બંધારણ મામલે ટીપ્પણી ખાસી સૂચક અને ભારતના લોકોની ભાવનાઓને પ્રતિબિંબિત કરનારી પણ છે.
દેશના પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ પર લખવામાં આવેલા પુસ્તકના વિમોચન સમારંભમાં ડોભાલે કહ્યું હતુ કે દેશનો મજબૂત પાયો નાખવામાં સરદાર પટેલનું મહત્વનું યોગદાન હતું. ડોભાલે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પણ અર્પિત કરી હતી. ડોભાલે કહ્યું છે કે સાર્વભૌમત્વને કમજાર પણ કરી શકાય નહીં અથવા તેની ખોટી વ્યાખ્યા પણ કરી શકાય નહીં. તેમણે કહ્યું છે કે જ્યારે અંગ્રેજા ભારત છોડીને ગયા ત્યારે કદાચ તેઓ ભારતને એક મજબૂત સાર્વભૌમ દેશ તરીકે મૂકીને જવા માંગતા ન હતા.
ડોભાલે કહ્યું હતુ કે આના સંદર્ભે સરદાર પટેલે અંગ્રેજાની યોજના કદાચ સમજી લીધી કે તેઓ કેવી રીતે દેશમાં વિભાજનના બીજ વાવવા ઈચ્છે છે. તેમણે કહ્યું છે કે સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન માત્ર રાજ્યોના વિલિનીકરણ સુધી નહીં. પરંતુ તેનાથી ઘણું વધારે છે. મહત્વવપૂર્ણ છેકે અનુચ્છેદ-૩૫એ હેઠળ જમ્મુ-કાશ્મીર રાજ્યના કાયમી નિવાસીઓને ખાસ પ્રકારના અધિકાર અને કેટલાક વિશેષાધિકાર પણ આપવામાં આવ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



