સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મનીન્દર પ્રતાપસિંહ પવાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં ચેકીંગ હાથ ધરી, ગેર કાયદેસર પ્રોહી જુગારના કેસો શોધી કાઢવાની ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને ચેકીંગ હાથ ધરી, ગેર કાયદેસર પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા સુચનાઓ કરવામાં આવેલ છે.
લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.ચુડાસમા તથા એ.એસ.આઈ મહેન્દ્રસિંહ ઝાલા, હે.કો.વાજસુરભાઇ ગઢવી, હે.કો. રાજેન્દર્સિંહ, પો.કો રવીરાજસિંહ ઝાલા , અમરકુમાર ગઢવી, હરદેવસિંહ પરમાર, યોગેશકુમાર પટેલ, વિજયસિંહ ઝાલા, નરેન્દર્સિંહ, વિગેરે સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન પો.સબ.ઇન્સ. ડી.ડી.ચુડાસમાને બાતમી મળેલ કે, ધજાળા ગામનાે જગદિશ ઉર્ફે જગો સવજીભાઇ જમોડ (ત.કોળી) તથા નાગર સવશીભાઇ જમોડ, રામભાઇ રબારી ની વાડી વાવવા રાખેલ છે. તેઅો પોતાની કબ્જા ભોગવટાની વાડીની ઓરડી મા પરપ્રાંતીય ઇંગલીશ દારુનો જથ્થો રાખેલ છે. જેથી, ઉપરોક્ત વાડીએ સાયલા પોલીસની ટીમ દ્વારા રેઇડ કરતા, આરોપી નાગરભાઈ સવશીભાઈ ત.કોળી ઉ.વ. 22 રહે. ધજાળા તા.સાયલાને વાડીએ ઓરડીમાં ચેક કરતા, પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-2136 કિંમત રૂ. 8,54,400/- પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ અને પકડાયેલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ.
વિદેશી દારૂની રેડમાં ગયેલ સાયલા પોલીસની ટીમ દ્વારા જીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવતા, આ ઓરડીમાથી એક હાથ બનાવટ ની દેશી બંદુક પણ મળી આવતા, પોલીસ ચોંકી ઉઠી હતી. જેથી, જેની કિ. રૂ. 1,000/- ગણી, કબજેં કરવામાં આવેલ છે. આમ, સાયલા પોલીસની ટીમને સાડા આઠ લાખની માતબર રકમના વિદેશી દારૂની સાથે દેશી હથિયાર પણ મળેલ હતું.
સાયલા પોલીસની ટીમને મળી આવેલ માતબર રકમના વિદેશી દારૂ અંગે સાયલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. મહેન્દર્સિંહ ઝાલા દ્વારા સરકાર તરફે ફરિયાદી બની, પ્રોહિબિશન એકટ મુજબ તેમજ આરોપીના કબજામાંથી મળી આવેલ દેશી હથિયાર અંગે સાયલા પોલીસ સ્ટેશનના પો.કો. અમરભા ગઢવીએ આર્મ્સ એકટ હેઠળ અલગ અલગ બે ગુન્હાઓ નોંધી, વધુ તપાસ સાયલા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. ડી.ડી. ચુડાસમા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલા આરોપી નાગરભાઈ સવશીભાઈ ત.કોળી ઉ.વ. 22 રહે. ધજાળા તા.સાયલાને પકડાયેલ વિદેશી દારૂ તથા હથીયાર બાબતે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, આરોપી જગદિશ ઉર્ફે જગો સવજીભાઇ જમોડ (ત.કોળી) દ્વારા આ વિદેશી દારૂ લાવવામાં આવેલ છે. પકડાયેલ હથિયાર પણ આરોપી જગદીશ ઉર્ફે જગા કોળીનું હોવાની કબૂલાત પકડાયેલ આરોપી નાગરભાઇ કોળી દ્વારા કરવામાં આવેલ છે.
આ પરપ્રાંતિય દારુ નો જથ્થો કોની પાસે થી મગાવ્યો હતો..? કોને આપવાનો હતો..? બીજા કોણ ઇસમો આ ગુન્હામાં સંડોવાયેલ છે.? તેમજ પકડાયેલ હથિયાર દેશી બંદૂક ક્યાંથી કોના પાસેથી લાવવામાં આવેલ છે તેમજ આ હથિયારનો કોઈ ગુન્હામાં ઉપયોગ કરેલ છે કે કેમ…? વિગેરે બાબતે સઘન પૂછપરછ હાથ ધરી, વધુ તપાસ સાયલાના પો.સ.ઇ. ડી.ડી.ચુડાસમા દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
રીપોટર : દિપકસિંહ વાઘેલા, સુરેન્દ્રનગર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



