એસબીઆઈ હવે પ્રોવિડન્ડ ફંડના નાણાંનું મેનેજમેન્ટ નહી કરી શકે

0
33

મોદી સરકારનો મોટો નિર્ણય
ન્યુ દિલ્હી,તા.૬
સામાન્ય રીતે નોકરી કરતાં લોકો પોતાની સેલરીથી બચત કરી શકતા નથી. તેવામાં તેમના માટે પ્રોવિડેંટ ફંડ એટલે કે પીએફની રકમ જ સૌથી મોટી બચત હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા પીએફની રકમને લઇને મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે.
હકીકતમાં ભારતીય સ્ટેટ બેન્ક એટલે કે એસબીઆઇ હવે તમારા પ્રોવિડેંટ ફંડના નાણાનું મેનેજમેન્ટ નહી કરી શકે. મોદી સરકારે નિર્ણય લીધો છે કે એસબીઆઇ માર્ચ ૨૦૧૯ બાદ ઇપીએફઓનું ફંડ મેનેજર નહી રહે.
જ્યારે બેન્કના નવા માપદંડો હેઠળ કોઇપણ બેન્ક હવે અસેટ મેનેજમેન્ટ કંપની તરીકે કામ નહી કરે. હાલના સમયમાં એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ સિક્્યોરિટીઝ પ્રાઇમરી ડીલરશીપ, રિલાયન્સ કેપિટલ, એચએસબીસી એએમસી અને યૂટીઆઇ એએમસી ઇપીએફઓના ફંડ મેનેજર છે.
લેબર મિનિસ્ટર સંતોષ ગંગવારે જણાવ્યા અનુસાર પાંચેય ફંડ મેનેજર્સને માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે. જે બાદ નક્કી કરવામાં આવશે કે કોને ફંડ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવે.
ગંગવારે જણાવ્યું કે અને પહેલા એસબીઆઇને ફંડ મેનેજર તરીકે નિયુક્ત કરી હતી પરંતુ તેનું કામ બેનિકંગનું છે અને પંડને મેનેજ કરવાનું કામ તેનું નથી. જણાવી દઇએ કે હાલના સમયમાં આપીએફઓના આશરે ૫ કરોડ એક્ટિવ મેમ્બર્સ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY